અટલ સમાચાર,પાટણ
યાત્રાધામ વરાણામાં ગુરૂવારે પુર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડે શિશ ઝુકાવી ખોડીયાર માતાના દર્શન કર્યા હતા. આ સાથે મંદીર ટ્રસ્ટને દર્શનાર્થીઓની સુવિધાઓ માટે રૂ. ૧ લાખનું દાન કર્યુ હતુ. અગાઉ ભાવસિંહ રાઠોડે વરાણામાં એક જ માંડવે ૧૮૮૫ (અઠારસો પંચ્યાસી) દીકરીઓના લગ્ન કરાવેલા હોવાથી ફરી એકવાર તે યાદો તાજી બની હતી. મહત્વનુ છે કે, હાલમાં વરાણામાં ખોડીયાર માતાજીનો ૧પ દિવસનો મહોત્સવ ચાલતો હોવાથી અનેક ભકતો રોજબરોજ આશીર્વાદ લેવા દોડી આવી રહયા છે.