આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સામાચાર, સમી

મહર્ષિ દયાનંદ આટર્સ-કોમર્સ તથા સાયન્સ કોલેજ બાસ્પાના સંયુક્ત ઉપક્રમે તા-15/03/2019 એ આવનારી ચુંટણીને અનુલક્ષી યુવાનોમાં મત જાગૃતા માટે “મતદાન જાગૃતી શિબિર” યોજાઈ ગઈ. આ શિબિરમાં મુખ્ય મહેમાન તરીકે સમી તાલુકાના પ્રાંત ઓફીસર આર.એન.પંડ્યા ખાસ હાજરી આપી હતી. સાથે સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ નયના બેન, કોમર્સના ડીન આનંદભાઈ ભટ્ટ, ગીરીશભાઈ પરમાર હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં વક્તા ઓ દ્વારા ભારતના નાગરીક તરીકે ચુંટણી જેવા લોકશાહી પર્વની અગત્યતા નવયુવાનોને અપાઈ હતી. સાથે એક મતદાન તરીકેની ફરજો ની ચર્ચા પણ કરાઈ હતી. આ બધી માહીતીનો વિદ્યાર્થીઓએ ભરપુર લાભ લીધો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને સંકલ્પપત્રો વહેચીં મતદાન અંગેનો સંકલ્પ પણ લેવારાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન કોલેજ પ્રાધ્યાપક પાર્થ પ્રજાપતી, વ્યાસ સાગરભાઈ દ્વારા કરાવ્યું જ્યારે તેનું સંચાલન પરમાર હાર્દીક દ્વારા કરાવ્યું હતું.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code