સમી ખાતે સમી તાલુકા અને શંખેશ્વરનું આશા સંમેલન યોજાયું

અટલ સમાચાર,પાટણ પાટણ જિલ્લાના સમી અને શંખેશ્વર તાલુકાને તમામ આશાને આશા ફેસીલીટર બહેનોનું સંમેલન સામુહિક આરોગ્ય કેન્દ્ર- કેમ્પસ સમી ખાતે રાખવામાં આવેલ જેમાં બને તાલુકાની આશા બહેનો દ્રારા તેમના વિસ્તારમાં આરોગ્ય વિષય સેવાઓને યોજનાઓની શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રથમ, બીજો અને ત્રીજા ક્રમે આવનાર આશાબહેનો ને મોમેન્ટો આપી સન્માની કરવામાં આવેલ. આ પ્રસંગે લીલાબેન દિલીપજી ઠાકોર
 
સમી ખાતે સમી તાલુકા અને શંખેશ્વરનું આશા સંમેલન યોજાયું

અટલ સમાચાર,પાટણ

પાટણ જિલ્લાના સમી અને શંખેશ્વર તાલુકાને તમામ આશાને આશા ફેસીલીટર બહેનોનું સંમેલન સામુહિક આરોગ્ય કેન્દ્ર- કેમ્પસ સમી ખાતે રાખવામાં આવેલ જેમાં બને તાલુકાની આશા બહેનો દ્રારા તેમના વિસ્તારમાં આરોગ્ય વિષય સેવાઓને યોજનાઓની શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રથમ, બીજો અને ત્રીજા ક્રમે આવનાર આશાબહેનો ને મોમેન્ટો આપી સન્માની કરવામાં આવેલ.
આ પ્રસંગે લીલાબેન દિલીપજી ઠાકોર પ્રમુખ તાલુકા પંચાયત સમી દ્રારા જણાવેલ કે આશા બહેનો આરોગ્ય વિભાગને લોકો વચ્ચે કડી રૂપ છે. જે લોકો સુઘી આરોગ્યની તમામ માહિતી પહોંચાડવા માટે અગત્યની ભુમીકા ભજવે છે. જેના કારણે લોકો સહેલાઇ થી આરોગ્યની સેવાઓ મેળવી શકે છે.

સમી ખાતે સમી તાલુકા અને શંખેશ્વરનું આશા સંમેલન યોજાયું
ર્ડા.આર.ટી.પટેલ જિલ્લા એપેડેમિક મેડીકલ ઓફિસર પાટણ દ્રારા જણાવેલ કે આશા બહેનો દ્રારા માતા મરણ અને બાળ મરણ અટકાવવા માટે ખુબજ અગત્યની ભુમિકા ભજવે છે. અને લાભાર્થીઓને સમયસર સેવાઓ અને યોજનાઓના લાભ મળી રહેલ તેવા પ્રયત્ન કરતા હોય છે.
ર્ડા.એન.પી.પટેલ તાલુકા હેલ્થ ઓફીસર. સમી દ્રારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ અને તાલુકાની આરોગ્ય સેવાઓની માહિતી પુરી પાડવામા આવેલ.તેમજ આ પ્રસંગે સનત જોષી, જિલ્લા મેલેરીયા અધિકારી પાટણ, ર્ડો. સુરેન્દ્રસિંહ ચૌહાણ તાલુકા ઓફિસર- શંખેશ્વર, પી.એચ.પટેલ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર તથા મનોજ વી. વ્યાસ તાલુકા હેલ્થ સુપર વાઇઝર શંખેશ્વર હાજર રહયા હતા.