આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,પાટણ

સમી તાલુકાના નાયકા બુટભવાની મંદિર ખાતે બ્રહમ યુવા સંગઠન ઘ્વારા ભગવાન પરશુરામની ૧૦૮ દિવાની ભવ્ય આરતી યોજાઇ હતી. જેમાં બ્રહમ રત્નોનું સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ભાવેશબાપુ(પાટડી) એ આર્શિવચન પાઠવ્યા હતા. આ સાથે મિલન શુકલા,સતિષ બાકોડી,ધનશ્યામભાઇ રાવલ, વાસુદેવભાઇ દવે,સમી પી.એસ.આઇ જોષી વગેરેનું પુષ્પગુચ્છ શાલ,ફરશીથી સન્માન કરવામાં આવ્યુ હતુ.પરશુરામ ભગવાનની આરતી,શિવતાંડવ સાથે હરહર મહાદેવના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ. સમગ્ર કાર્યકમનું આયોજન બ્રહમયુવા સંગઠનના ગીરીશ દવે,જીગ્નેશ દવે,નરેન્દ દવે સહિત નાયકા ગામના ભુદેવો ઘ્વારા કરવામાં આવ્યુ હતુ.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code