સમી-શંખેશ્વર પંથકમાં કાળી ઇયળોનો ત્રાસ : મહામુલો પાક બગડતા ખેડૂતો ચિંતિત

અટલ સમાચાર,પાટણ પાટણ જિલ્લાના સમી અને શંખેશ્વર તાલુકા વિસ્તારમાં મોટાભાગના ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું છે. પાકની મુખ્ય જરૂરિયાત પાણી વગર જીરાનો પાક નિષ્ફળ જવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતિત છે. જો કે આ ચિંતામાંથી ખેડૂત બહાર નથી આવી શક્યો ત્યાં જ જીરાના પાકમાં કાળી ઇયળો દેખાતાં ખેડૂતોના જીવ પડીકે બંધાઈ ગયા છે. ઇયળો ખેતરનો પાક બગાડતા
 
સમી-શંખેશ્વર પંથકમાં કાળી ઇયળોનો ત્રાસ : મહામુલો પાક બગડતા ખેડૂતો ચિંતિત

અટલ સમાચાર,પાટણ

પાટણ જિલ્લાના સમી અને શંખેશ્વર તાલુકા વિસ્તારમાં મોટાભાગના ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું છે. પાકની મુખ્ય જરૂરિયાત પાણી વગર જીરાનો પાક નિષ્ફળ જવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતિત છે. જો કે આ ચિંતામાંથી ખેડૂત બહાર નથી આવી શક્યો ત્યાં જ જીરાના પાકમાં કાળી ઇયળો દેખાતાં ખેડૂતોના જીવ પડીકે બંધાઈ ગયા છે. ઇયળો ખેતરનો પાક બગાડતા ખેડુતોને અછતમાં પડતા ઉપર પાટુ આવ્યું છે. એક તરફ પાણી માટે વલખા તો બીજી તરફ કાળી ઇયળોનો પ્રકોપ આ બંને મુસીબતોને લઈ ખેડૂતોમાં નિરાશા સાથે ચિંતા વધી ગઈ છે.

પાટણ જિલ્લામાં ચોમાસુ નિષ્ફળ ગયું છે, તેમ છતા ખેડૂતોએ સાહસ કરીને જીરાનું વાવેતર કર્યું છે. જેનો ખર્ચ લાખો રૂપિયા સુધીનો થયો છે. ખેડૂતોએ દેવા કરીને ખેતી કરી પણ હવે કાળી ઇયળો ખેતરમાં નજરે પડતા ખેડૂતોને માથે ચિંતાના વાદળો બંધાયા છે. ખેતીવાડી વિભાગ આ ઇયળ વિશે ખેડુતોને રામબાણ ઇલાજ કરાવી શકે તેમ નથી. જિલ્લામાં ખેડૂતોએ અત્યાર સુધી 55,833 હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર કર્યું છે. જે વાવેતરને હાલમાં તો પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.
ઉલ્લેખનિય છે કે, પાટણ જીલ્લાના પાટણ,ચાણસ્મા,હારીજ,સમી,શંખેશ્વર,રાધનપુર અને સાંતલપુર તાલુકા ભયંકર અછતનો સામનો કરી રહ઼યા છે. જયારે સરસ્વતી તાલુકો અપૂરતા વરસાદ સામે ઝઝુમી રહ઼યો છે.