સમી: વનવિભાગની જમીન ખોદી નાખી, નોટિસ આપી તો મોટા સાહેબનો ફોન કરાવ્યો

અટલ સમાચાર, મહેસાણા પાટણ વનવિભાગની હારિજ રેન્જમાં પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટરે મંજૂરી વિના જમીન ખોદી નાખી છે. જેની જાણ થતાં હારિજ રેન્જ દ્વારા કામગીરી અટકાવી નોટિસ ફટકારી છે. આ તરફ પાણી પુરવઠાના સમી એકમને બદલે કોન્ટ્રાક્ટરે મોટા સાહેબનો ફોન કરાવતાં કામ શરૂ થઈ ગયું છે. ઘટનાને પગલે વન આલમમાં મુંઝવણ ઉભી થઇ છે. સમી પંથકમાં પાણી
 
સમી: વનવિભાગની જમીન ખોદી નાખી, નોટિસ આપી તો મોટા સાહેબનો ફોન કરાવ્યો

અટલ સમાચાર, મહેસાણા

પાટણ વનવિભાગની હારિજ રેન્જમાં પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટરે મંજૂરી વિના જમીન ખોદી નાખી છે. જેની જાણ થતાં હારિજ રેન્જ દ્વારા કામગીરી અટકાવી નોટિસ ફટકારી છે. આ તરફ પાણી પુરવઠાના સમી એકમને બદલે કોન્ટ્રાક્ટરે મોટા સાહેબનો ફોન કરાવતાં કામ શરૂ થઈ ગયું છે. ઘટનાને પગલે વન આલમમાં મુંઝવણ ઉભી થઇ છે.

સમી પંથકમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા અંડર ગ્રાઉન્ડ લાઇન નાંખવામાં આવી રહી છે. જેનું કામ સૌરાષ્ટ્રના કોન્ટ્રાક્ટર દ્વારા થઇ રહ્યું છે. કોન્ટ્રાક્ટરે સમીના ગુજરવાડા ત્રણ રસ્તા નજીક વનવિભાગની જમીન ખોદી નાખી હતી. મંજૂરી વિના જમીન ખોદતા વનવિભાગે કોન્ટ્રાક્ટરને બદલે પાણી પુરવઠાને નોટિસ ફટકારી કામ બંધ કરાવ્યું હતું.

સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરે મોટા સાહેબનો ફોન કરાવતાં વનવિભાગે જાણે નમતું જોખી મંજૂરીની દરખાસ્ત મોકલવાનું કહી કામ રાબેતા મુજબ કરાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, વનવિભાગના નિયમો, જોગવાઈઓ અને દંડ સહિતની બાબતો બાજુ પર રાખી મોટા સાહેબનો આદેશ માન્ય રાખ્યો છે.

RFO મુંઝવણમાં મુકાયા

સમગ્ર મામલે હારિજ વિસ્તરણ રેન્જ RFO દેસાઈએ જણાવ્યું હતું કે, કામ બંધ કરાવ્યું છે પરંતુ ફરી ચાલુ કર્યું છે કે કેમ તે તપાસવા ટીમ મોકલી છે. જોકે ટીમનો જવાબ ચાર થી પાંચ કલાક બાદ પણ આવ્યો ન હતો. આથી વનવિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.