અટલ સમાચાર,ડેસ્ક
સેમસંગની નવી એમ સીરીઝ સ્માર્ટફોનના લોન્ચિંગને પહેલા જ તેના ફોટોસ લીક થયા હોવાનું બહાર આવ્યુ છે. આ સંદર્ભે જાણવા મળયુ છે કે, એમ 20ની કિંમત 12, 9090 રૂપિયા હશે. હવે એમ20 સ્માર્ટફોનનો બેક લૂક લીક થયો છે.સેમસંગે આ સ્માર્ટફોનને લઇને પહેલાં કેટલાક પ્રોમોઝ રજૂ કર્યા છે. જેનાથી એ ખાતરી થાય છે કે કંપની પહેલીવાર તેના કોઈ સ્માર્ટફોનમાં વોટર ડ્રોપ સ્ક્રીન આપવા જઈ રહી છે. ગેલેક્સી એમ20માં કંપનીનું નવું ઇન્ફિનિટી-વી ડિસ્પ્લે ઓફર કરાયું છે.ગેલેક્સી એમ20 ફોન 3.5 એમએમ હેડફોન જેક સાથે પણ આવશે. એવા અહેવાલો છે કે ગેલેક્સી એમ20 સેમસંગનો પ્રથમ એવો સ્માર્ટફોન હશે જેમાં 5,000 એમએએચની મોટી બેટરી હશે. તો હવે આ સ્માર્ટફોન્સના બીજા ફીચર્સ શું હશે તેની તમામ જાણકારી તો હવે લોન્ચિંગ થયા બાદ જ મળશે.