સાણંદની કોકાકોલા ફેક્ટરી ગોલ્ડ વિનર, 40 ટકા મહિલાઓને રોજગાર

અચલ સમાચાર, અમદાવાદ ભારતની સૌથી મોટી એફએમસીજી કંપનીઓમાંની એક એચસીસીબી (હિન્દુસ્તાન કોકાકોલા બેવરેજીસ પ્રા.સિમીટેડ)એ મહત્વની જાહેરાત કરી હતી કે, ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલએ તેની ગુજરાતમાં સાણંદ ખાતે આવેલી નવી ફેક્ટરીને ગોલ્ડ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ ફેક્ટરી, સંપૂર્ણ ડીજીટલ અને વૈશ્વિક કક્ષાની સવલતો ધરાવે છે, જે 2018ના મધ્યમાં કાર્યરત થઇ હતી. સાંણદની ફક્ટરી ભારતમાં આવેલા
 
સાણંદની કોકાકોલા ફેક્ટરી ગોલ્ડ વિનર, 40 ટકા મહિલાઓને રોજગાર

અચલ સમાચાર, અમદાવાદ

ભારતની સૌથી મોટી એફએમસીજી કંપનીઓમાંની એક એચસીસીબી (હિન્દુસ્તાન કોકાકોલા બેવરેજીસ પ્રા.સિમીટેડ)એ મહત્વની જાહેરાત કરી હતી કે, ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલએ તેની ગુજરાતમાં સાણંદ ખાતે આવેલી નવી ફેક્ટરીને ગોલ્ડ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ ફેક્ટરી, સંપૂર્ણ ડીજીટલ અને વૈશ્વિક કક્ષાની સવલતો ધરાવે છે, જે 2018ના મધ્યમાં કાર્યરત થઇ હતી. સાંણદની ફક્ટરી ભારતમાં આવેલા એફેએમસીજી, ફૂડ ઇન્ડસ્ટ્રીયલ સવલતોના 1 થી 9 બિલ્ડીંગ્સમાંની એક માત્ર ગોલ્ડ સર્ટિફાઇડ બિલ્ડીંગ્સમાંની એક છે. તે પણ એચસીસીબી દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં 40 ટકાથી વધુ મહિલાઓને રોજગારીએ રાખવામાં આવી છે. ગ્રીન બિલ્ડીંગ્સ એટલે એવા બિલ્ડીંગો જે પરંપરાગત બિલ્ડીંગોની તુલનામાં ઓછુ પાણી વાપરે છે, ઉર્જા કાર્યક્ષમતાને ઇષ્ટતમ બનાવે છે અને તેમાં રહેલા લાકોને તંદુરસ્ત જગ્યા પૂરી પાડે છે. તેરીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સાણંદ ખાતેની ફેક્ટરીને એનાયત કરાયેલ ગોલ્ડ સર્ટિફિકેશન સસ્ટેનેબલ સાઇટ, જળ સંગ્રહ, ઉર્જા સંગ્રહ, ઇન્ડોર પર્યાવરણ ગુણવત્તા, સામગ્રી સંગ્રહ અને નવીનીકરણના મૂલ્યાકન પર આધારિત છે.

જમીન ધોવાણ અટકાવવું, જૂથ વાહનવ્યવહાર અને શટલ સર્વિસીઝ જેવા સાઇટ પરના પ્રયત્નો, સોલાર પાવર ઉત્પાદન અને અસરકારક વપરાશ અને રેઇનવોટર હાર્વેસ્ટીંગ, પાણીનો પુનઃવપરાશ, વ્હિકલ ચાર્જ સવલત અને અન્ય પ્રયત્નો ગ્રીન સાઇટમાં રૂપાંતર કરવા માટે સાણંદ ખાતેની ફેક્ટરીમાં લેવામાં આવ્યા છે. આ અંગે એચસીસીબીના સપ્લાય ચેઇનના એક્ઝિક્યુટીવ ડિરક્ટર દિનેશ જાધવે જણાવ્યું હતું કે, અમારી સાંણદ ખાતેની ફક્ટરીએ થોડી સવલતો કે જેને ગ્રીન તરીકે ઓળખી કાઢવામાં આવી છે તેની યાદીમાં સ્થાન પ્રાપ્ત કરતા અમે ખરેખર ખુશ છીએ, અમે ફક્ટરીની ડિઝાઇનની મુખ્ય બાજુએ ટકાઉતા જાળવી રાખી છે અને પર્યાવરણ સ્ત્રોત ન્યૂનતમ કર્યા છે, આ ફેક્ટરી હજુ પણ વધુ કામ હાથ ધરવાનું છે અને આ માન્યતા જ ગ્રીન કાર્યને ઝડપી બનાવવા માટે પ્રોત્સાહન આપશે.