આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

શિહોરી ખાતે આવેલા ઓરડાવાસ પ્રાથમિક શાળામાં સંજીવની હેલ્થ એન્ડ રિલીફ કમીટી (અમદાવાદ) દ્રારા કોમ્પ્યુટર ફાળવવામાં આવ્યા હતા. શાળાના બાળકોને ટેકનિકલ શિક્ષણ આપવાના હેતુસર આચાર્ય પુષ્પાબેન જોશી દ્વારા સંસ્થાઓને રજૂઆત કરાઈ હતી. જેના ભાગરૂપે પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓએ શિક્ષણ પાછળ પોતાની જવાબદારી સમજી વધુ એક યશકલગી રૂપ કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તાલુકામાં અનેક કોમ્યુટર અને શેડ સંસ્થાઓ દ્વારા ફાળવવામાં આવેલા છે. શાળાને કોમ્પ્યુટર અર્પણનાં કાર્યક્રમમાં રાજચંદ્ર મિશન ધરમપુર અને સંજીવની હેલ્થ એન્ડ રિલીફ કમિટીના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં થરાના દિનેશભાઇ સેવંતીલાલ ધાણધારા, શિહોરી ઓરડાવાસ પ્રાથમિક શાળાના આચાર્ય તથા સ્ટાફે આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે દિનુભા ડાભી તથા શર્મિષ્ઠાબેન ઉપસ્થીત રહ્યા હતા. જેનો સમસ્ત ઓરડાવાસના લોકોએ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code