આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લાના શંખેશ્વર મુકામે આવેલી કુમાર શાળાના કંપાઉન્ડમાં કન્યા છાત્રાલયની જગ્યા લેવા માટે વિવાદ ઉભો થયો છે. શુક્રવારે જમીન ટેસ્ટિંગ દરમિયાન શાળા શિક્ષણ કમિટી દ્વારા વાંધો લેતા DPEO લાલઘૂમ બની ગયા હતા. કુમારશાળામાં કન્યા છાત્રાલય ઊભી કરવા મામલે SMCએ વિરોધ કરેલો છે. જેથી પૂર્વગ્રહ રાખી DPEO દ્વારા શાળાના આચાર્યની બદલી કરતા મામલો ઉગ્ર બન્યો છે.

શંખેશ્વર ગામે કન્યા છાત્રાલય ઉભી કરવા પસંદ કરેલી જગ્યા માટે ગ્રામ પંચાયતે વિરોધી કરી ઠરાવ પસાર કર્યો હતો. આ તરફ જિલ્લા પંચાયતની શિક્ષણ કમિટીએ ઉપરવટ જઈ જગ્યા પસંદ કરી દીધી હતી. જેમાં શુક્રવારે જમીન ટેસ્ટિંગ કરવા આવેલા કર્મચારીઓ સામે એસએમસીએ ફરીથી વાંધો આપ્યો હતો. જેથી આચાર્ય અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આમનેસામને આવી ગયા છે.

શિક્ષણ અધિકારી બાબુ ચૌધરીએ પૂર્વગ્રહની પીડામાં આચાર્ય કલ્પેશ પંડ્યાની સાંતલપુર તાલુકામાં બદલી કરી દેતાં મામલો ગંભીર બન્યો છે. સુત્રોએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના આગેવાનો અને કુમાર શાળાના શિક્ષકો અન્યત્ર જગ્યા લેવા કહેતા મામલો બિચક્યો છે. શાળાના જણાવ્યા મુજબ કુમારશાળામાં કન્યા વિદ્યાલય બનવાથી રમત ગમત સંકુલની જગ્યા છીનવાઈ જાય છે. આવી સ્થિતિમાં પંચાયત અને શિક્ષણ આલમમાં ગરમાવો આવી ગયો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code