હવામાન@સાંતલપુર: મોડીરાત્રે વરસાદથી ઉભા પાકનો સોંથ વળી ગયો

અટલ સમાચાર, રાધનપુર સાંતલપુર તાલુકાના ગામડાઓમાં ગતરાત્રે પડેલા કમોસમી વરસાદથી ખેડુતો ચિંતિત બન્યા છે. સ્થાનિકોના મતે અચાનક ભારે પવન સાથે આવેલા વરસાદ અને અમુક જગ્યાએ કરા પડવાથી લોકોને ખેતીમાં ભારે નુકશાન થયુ છે. મહત્વનું છે કે, છેલ્લા બે દિવસથી પાટણ અને બનાસકાંઠામાં કમોસમી વરસાદથી ખેડુતોને નુકશાન થયુ છે. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો
 
હવામાન@સાંતલપુર: મોડીરાત્રે વરસાદથી ઉભા પાકનો સોંથ વળી ગયો

અટલ સમાચાર, રાધનપુર

સાંતલપુર તાલુકાના ગામડાઓમાં ગતરાત્રે પડેલા કમોસમી વરસાદથી ખેડુતો ચિંતિત બન્યા છે. સ્થાનિકોના મતે અચાનક ભારે પવન સાથે આવેલા વરસાદ અને અમુક જગ્યાએ કરા પડવાથી લોકોને ખેતીમાં ભારે નુકશાન થયુ છે.

હવામાન@સાંતલપુર: મોડીરાત્રે વરસાદથી ઉભા પાકનો સોંથ વળી ગયો

મહત્વનું છે કે, છેલ્લા બે દિવસથી પાટણ અને બનાસકાંઠામાં કમોસમી વરસાદથી ખેડુતોને નુકશાન થયુ છે.

હવામાન@સાંતલપુર: મોડીરાત્રે વરસાદથી ઉભા પાકનો સોંથ વળી ગયો

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

પાટણ જીલ્લાના સાંતલપુર પંથકમાં કમોસમી વરસાદને જગતના તાતની ચિંતામાં વધારો કર્યો છે. સાંતલપુર તાલુકાના ડાલડી, ડાભી, ઉનરોટ, સીધાડા, જામવાડા, કોરડા અને ઝઝામ સહિતના ગામડાઓમાં સાંજના સમયે અને રાત્રિ દરમ્યાન ભારે વરસાદ તો અમુક જગ્યાએ કરા પડ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

હવામાન@સાંતલપુર: મોડીરાત્રે વરસાદથી ઉભા પાકનો સોંથ વળી ગયો

કમોસમી વરસાદથી જીરા, જુવાર, બાજરી અને એરંડાના પાકને મોટું નુકશાન થયુ હોવાનું ખેડુતો જણાવી રહ્યા છે.

હવામાન@સાંતલપુર: મોડીરાત્રે વરસાદથી ઉભા પાકનો સોંથ વળી ગયો

સમગ્ર મામલે વારાહી મામલતદાર ડીઝાસ્ટર શાખાના કર્મચારી સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, સાંતલપુર પંથકના ગામડાઓમાં વરસાદ આવ્યો હોવાનુ જાણવા મળ્યુ નથી. પરંતુ સ્થાનિકો વરસાદ આવ્યા હોવાનું જણાવી રહ્યા છે. જો વરસાદ આવ્યો હોય તો તેમાં કેટલુ નુકશાન થયુ છે કે નહિ તેની પુષ્ટિ હજી સુધી થઇ નથી.