સાંતલપુર તાલુકામાં જીઆઈડીસી માટે લડત ચલાવતા કાર્યકરો

અટલ સમાચાર, રાધનપુર સાંતલપુર અને રાધનપુર તાલુકાને આવરી લેતી જી.આઈ.ડી.સી.ની 2007 અને 2009 માં વાજતે ગાજતે તૈયારીઓ બાદ અચાનક રદબાતલ કરી દેતા ફરીથી આ જી.આઈ.ડી.સી ચાલુ કરવા માટે વારાહીના સામાજિક કાર્યકર સુધીર એન. ઠક્કરે અભિયાન ઉપાડ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાનને આવેદનપત્ર આપીને કામ ફરીથી ચાલુ કરવા રજુઆત કરવામાં આવનાર
 
સાંતલપુર તાલુકામાં જીઆઈડીસી માટે લડત ચલાવતા કાર્યકરો

અટલ સમાચાર, રાધનપુર

સાંતલપુર અને રાધનપુર તાલુકાને આવરી લેતી જી.આઈ.ડી.સી.ની 2007 અને 2009 માં વાજતે ગાજતે તૈયારીઓ બાદ અચાનક રદબાતલ કરી દેતા ફરીથી આ જી.આઈ.ડી.સી ચાલુ કરવા માટે વારાહીના સામાજિક કાર્યકર સુધીર એન. ઠક્કરે અભિયાન ઉપાડ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાનને આવેદનપત્ર આપીને કામ ફરીથી ચાલુ કરવા રજુઆત કરવામાં આવનાર હતી. પરંતુ રજુઆત કર્યા પહેલા જ પોલીસે સામાજિક કાર્યકર સુધીર ઠક્કર અને સાંતલપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જાહીદખાન મલેકને નજરકેદ કરી લેતા મામલો ગરમાયો છે.

સાંતલપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જાહીદખાન મલેકે જણાવ્યું હતું કે, તેમને બુધવાર સાંજથી નજરકેદ કરવામાં આવ્યા છે. ગુરુવારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેબૂબખાન મલેક, તાલુકા પંચાયતના પ્રમુખ મંગુબેનના પતિ કાળુભાઇ ઠાકોર સહીત તાલુકા પંચાયતના કામઅર્થે પાટણ જતા હતા ત્યારે પણ પોલીસના જવાનો તેમની સાથે રહ્યા હતા.

સામાજિક કાર્યકર સુધીર ઠક્કરે જણાવ્યું હતું કે, જી.આઈ.ડી.સી. બાબતે વડાપ્રધાનને રજુઆત ના કરું તે માટે મને નજરકેદ કરી લેવામાં આવ્યો છે અને મારા મોબાઈલને પણ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. હું મારા માટે નથી લડતો, આ વિસ્તારના લોકોને રોજગારી મળી રહે તે માટે લડી રહ્યો છું. જો મને રજુઆત કરવાની તક નહિ આપવામાં આવે તો રાધનપુર પોલીસ સ્ટેશને જઈને જાતે ધરપકડ વહોરીને તા.18 થી ત્રણ દિવસ માટે હું અન્નજળનો ત્યાગ કરીશ.