સાંતલપુર: ઝઝામ પાસે ટર્બોની ટક્કરે 2 ના મોત, માતા-પુત્રને ગંભીર ઈજા

અટલ સમાચાર,પાટણ પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામથી કિલાણા વચ્ચે કસ્ટમ રોડ પર પૂરઝડપે દોડી રહેલા ટર્બો ટ્રકે એક બાઇકને ટક્કર મારી હતી. જેમાં ભાઇને પરણાવીને પાછા સોનેથ ગામે જઇ રહેલા બે પિતરાઇઓના મોત નીપજ્યા હતા. જ્યારે એક મહિલા અને તેના બાળકને ઇજાઓ થતાં તેઓને મહેસાણા ખાનગી દવાખાને સારવાર આપવામાં આવી રહી છે. સોનેથ ગામના અંબારામ
 
સાંતલપુર: ઝઝામ પાસે ટર્બોની ટક્કરે 2 ના મોત, માતા-પુત્રને ગંભીર ઈજા

અટલ સમાચાર,પાટણ

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામથી કિલાણા વચ્ચે કસ્ટમ રોડ પર પૂરઝડપે દોડી રહેલા ટર્બો ટ્રકે એક બાઇકને ટક્કર મારી હતી. જેમાં ભાઇને પરણાવીને પાછા સોનેથ ગામે જઇ રહેલા બે પિતરાઇઓના મોત નીપજ્યા હતા. જ્યારે એક મહિલા અને તેના બાળકને ઇજાઓ થતાં તેઓને મહેસાણા ખાનગી દવાખાને સારવાર આપવામાં આવી રહી છે.

સોનેથ ગામના અંબારામ રામજીભાઇ ઠાકોરના દીકરા જગદીશની જાન રવિવારે સવારે ઝઝામ ગામે ગઇ હતી. ત્યાં લગ્ન પતી ગયા બાદ જાન સાંજે પાછી ફરતી હતી. તેમાં કાકા-બાપાના બે પિતરાઇ ભાઇઓ મણાભાઇ શંકરભાઇ અને ચમનભાઇ રામજીભાઇ તેમનું મોટરસાયકલ G.J.02.A.2574 લઇને કસ્ટમ રોડ પરથી પસાર થઇ રહયા હતા. ત્યારે કસ્ટમ રોડના નર્મદા કેનાલના બીજા પુલ પાસે પૂરઝડપે આવી રહેલા ટર્બો ટ્રક G.J.12.BV.4485ના ચાલકે બાઇકને ટક્કર મારતાં બંને યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે વિમુબેન ચમનજી અને તેમનો નાના બાળક ચેતનને ગંભીર ઇજાઓ થતાં તેઓને વારાહીથી મહેસાણા રીફર કર્યા હતા.

અકસ્માતમાં વિમુબેનને હેમરેજ જયારે ચેતનને પગે ફેકચર થઇ ગયાનું તબીબે જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં સ્થળ પર દોડી ગયેલા મૃતકના કુંટુંબી કાકા હરચંદજી માવજીભાઇ ઠાકોરે સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ આર.બી.વાધીયા તપાસ ચલાવી રહ્યા છે.