સપાટો@મહેસાણા: 1 નાસતો ફરતો આરોપી અને જુગાર રમતાં 3 લોકોને LCBએ દબોચ્યાં

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોના મહામારી વચ્ચે મહેસાણા LCBએ એક જ દિવસમાં આરોપીઓ પર જાણે સપાટો બોલાવ્યો હોય તેમ બે અલગ-અલગ કેસમાં કુલ 4 લોકોને ઝડપી પાડ્યા છે. LCBએ ચોક્કસ બાતમી આધારે કડી તાલુકાના ગામે જુગાર રમતાં 3 અને નકલી ચલણી નોટના ફરાર આરોપીને જોટાણાથી ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે બે અલગ-અલગ જગ્યાએ
 
સપાટો@મહેસાણા: 1 નાસતો ફરતો આરોપી અને જુગાર રમતાં 3 લોકોને LCBએ દબોચ્યાં

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોના મહામારી વચ્ચે મહેસાણા LCBએ એક જ દિવસમાં આરોપીઓ પર જાણે સપાટો બોલાવ્યો હોય તેમ બે અલગ-અલગ કેસમાં કુલ 4 લોકોને ઝડપી પાડ્યા છે. LCBએ ચોક્કસ બાતમી આધારે કડી તાલુકાના ગામે જુગાર રમતાં 3 અને નકલી ચલણી નોટના ફરાર આરોપીને જોટાણાથી ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે બે અલગ-અલગ જગ્યાએ કુલ 3 લોકોની અટકાયત કરી સંબંધિત પોલીસ સ્ટેશને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલની સુચનાથી LCBના P.I બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ PSI એ.કે.વાઘેલાની ટીમે ગઇકાલે અલગ-અલગ જગ્યાએથી કુલ 4 આરોપીઓની અટકાયત કરી છે. LCBના ASI હીરાજી, જયવિરસિંહ, HC નરેન્દ્રસિંહ, હર્ષદસિંહ, હેમેન્દ્રસિંહ, રશ્મેન્દ્રસિંહ વગેરે ઓફીસે હાજર હતા. આ દરમ્યાન HC હેમેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, કડી તાલુકાના અણખોલ ગામની સીમમાં જુગાર રમાય છે. જેથી LCBએ તાત્કાલિક ઘટનાસ્થળે રેઇડ કરી કુલ 23,000ના મુદ્દામાલ સાથે 3 લોકોની અટકાયત કરી કડી પોલીસ મથકે સોંપી વધુ તપાસ હાથ ધરી છે.

ચલણી નોટોના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

મહેસાણા LCB P.S.I એ.કે.વાઘેલા, ASI હીરાજી, જયવીરસિંહ, HC નરેન્દ્રસિંહ, તેજાભાઇ, હર્ષદસિંહ, રશ્મેન્દ્રસિંહ અને હેમેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ સાંથલ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે છેલ્લા 2 વર્ષથી ચલણી નોટોના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝાલા જયેશસિંહ ઉર્ફે જીતેન્દ્રસિંહ વિજુભા, રહે. રામપુરા, તા.જોટાણા, જી.મહેસાણાને ઝડપી પાડી સાંથલ પોલીસને સોંપી આગળની કાર્યવાહી કરી હતી.

જુગાર કેસમાં ઝડપાયેલા આરોપીઓના નામ

  1. નરેશજી ધ્વારકાજી ઠાકોર, રહે.અણખોલ,તા.કડી.જી. મહેસાણા(વોન્ટેડ)
  2. રમેશજી શકરાજી ઠાકોર, રહે. કલોલ, ગાયના ટેકરા, તા.કલોલ, જી.ગાંધીનગર(વોન્ટેડ)
  3. ભરતજી મફાજી ખોડાજી ઠાકોર, રહે. કોરડા, તા. કડી, જી.મહેસાણા
  4. સાબીરભાઇ અહેમદભાઇ સુલ્તાનભાઇ ચૌહાણ, રહે. રહીમપુરા, કલોલ કસ્બા, તા. કલોલ, જી.ગાંધીનગર
  5. નિમેષકુમાર અમરતભાઇ સોમાભાઇ પટેલ, રહે. એફ, પ૦૧, ગણેશ સોસાયટી, ચેનપુર, અમદાવાદ

ચલણી નોટના કેસમાં આરોપીનું નામ

  • ઝાલા જયેશસિંહ ઉર્ફે જીતેન્દ્રસિંહ વિજુભા, રહે. રામપુરા, તા.જોટાણા, જી.મહેસાણા