સપાટો@સિધ્ધપુર: LCBએ બાતમી આધારે પીછો કરી કારમાંથી દારૂ સાથે ઇસમને દબોચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં પાટણ LCBએ સિધ્ધપુરથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. ચોક્કસ બાતમી આધારે પાટણ LCBની ટીમે સિધ્ધપુર ખળી ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. આ તરફ પોલીસને જોઇ બાતમીવાળી કારના ચાલકે કારને ભગાવી મુકતાં LCBએ પણ તેનો પીછો કર્યો હતો. જે બાદમાં નેડીયા વિસ્તારમાં તેને
 
સપાટો@સિધ્ધપુર: LCBએ બાતમી આધારે પીછો કરી કારમાંથી દારૂ સાથે ઇસમને દબોચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં પાટણ LCBએ સિધ્ધપુરથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. ચોક્કસ બાતમી આધારે પાટણ LCBની ટીમે સિધ્ધપુર ખળી ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. આ તરફ પોલીસને જોઇ બાતમીવાળી કારના ચાલકે કારને ભગાવી મુકતાં LCBએ પણ તેનો પીછો કર્યો હતો. જે બાદમાં નેડીયા વિસ્તારમાં તેને ઝડપી પાડી કારમાંથી વિદેશી દારૂ સહિત કુલ 1,01,568નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રેન્જ આઇજી જે.આર.મોથાલિયા અને પાટણ જીલ્લા પોલીસવડા અક્ષયરાજે પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા આદેશ આપેલ છે. જે અનુસંધાને LCB PI ના વડપણ હેઠળ ટીમ સિધ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, ઠાકોર જગદીશજી નાથાજી શંકરજી રહે-સિધ્ધપુર, 12.બીના કોમ્પ્લેક્ષ સોસાયટી, દેથળી ચાર રસ્તા નજીક, તા-સિધ્ધપુરવાળો સ્વીફટ ગાડી વિદેશી દારૂ ભરી બીલીયા થઇ ખળી ચોકડી થઇ સિધ્ધપુર ટાઉનમાં આવનાર છે. જેને લઇ ખળી ચાર રસ્તા પાસે વોચ ગોઠવી કાર આવતાં રોકવાનો ઇશારો કરતાં ચાલકે કાર પાટણ તરફ ભગાવી હતી.

સપાટો@સિધ્ધપુર: LCBએ બાતમી આધારે પીછો કરી કારમાંથી દારૂ સાથે ઇસમને દબોચ્યો
જાહેરાત

આ દરમ્યાન LCBએ પણ તેનો પીછો કરતાં નેદરા ગામથી એકાદ કિમી પાટણ તરફ જઇ ખાલી સાઇડના એક નેળીયામાં ભગાવી હતી. જે બાદમાં પીછો ચાલુ રાખતા સ્વીફટ ગાડી થોડેક આગળ જતા તેના ચાલકે ગાડી ઉભી રાખી ભાગવા જતાં પાછળ દોડી ઇસમને ઝડપી પાડ્યો હતો. આ સાથે તેને સાથે રાખી સ્વીફટ ગાડીમાં ચેક કરતાં ગાડીમાં વચ્ચેની શીટમાં તથા પાછળની ડેકીમાંથી અલગ અલગ બાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયર બોટલ/ટીન નંગ-684 કિંમત રૂ.1,01,568નો મળી આવ્યો હતો. જેને લઇ દારૂ ભરાવનાર મારવાડી ભેરારામ રહે-મંડાર (રાજસ્થાન) અને દારૂ લઇ જનાર ઠાકોર જગદીશજી નાથાજી બંને સામે સિધ્ધપુર પોલીસ મથકે પ્રોહિબિશન લગત ગુનો નોંધાવ્યો છે.

LCBએ ચોક્કસ બાતમી આધારે દારૂ ભરેલી કાર ઝડપી

પાટણ SP અક્ષયરાજની સુચના લગત પાટણ LCBના ઇ. PI એ.બી.ભટ્ટ, ASI અંબાલાલ, AHC અમિતસિંહ, વિપુલભાઇ, અબ્દુલકૈયુમ, દિલીપસિંહ, APC. વિનોદભાઇ, નવાઝશરી અને મોડજીજી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન AHC વિપુલભાઇ અને અબ્દુલકૈયુમને મળેલ ચોક્કસ બાતમી આધારે દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે.