સપાટો@વિસનગર: LCBએ કારમાંથી દારૂ ઝડપ્યો, મધરાત્રે હાઇવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) વિસનગરના ખંડોસણ પાટીયા પાસેથે LCBએ દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. ગતરાત્રે પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે LCBની ટીમે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમીવાળી કાર આવતાં તેને રોકવાનો ઇશારો કરતાં તેને કાર ગામ તરફ ભગાવી મુકતાં LCBએ પણ તેનો પીછો કરતાં રોડ પર થોડીવાર માટે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
 
સપાટો@વિસનગર: LCBએ કારમાંથી દારૂ ઝડપ્યો, મધરાત્રે હાઇવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

વિસનગરના ખંડોસણ પાટીયા પાસેથે LCBએ દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. ગતરાત્રે પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે LCBની ટીમે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમીવાળી કાર આવતાં તેને રોકવાનો ઇશારો કરતાં તેને કાર ગામ તરફ ભગાવી મુકતાં LCBએ પણ તેનો પીછો કરતાં રોડ પર થોડીવાર માટે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ રોડની સાઇડના નાળા નજીક કાર ટકરાયેલ હાલતમાં પકડતાં દરમ્યાન આરોપી ઇસમ અંધારાનો લાભ લઇ નાસી છુટ્યો હતો. આ તરફ LCBએ વિસનગર તાલુકા પોલીસ મથકે કારચાલક સામે ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવાં અને દારૂની હેરાફેરી ઝડપી પાડવા LCB PI બી.એચ.રાઠોડને સુચના આપેલ છે. જે અનુસંધાને ગઇકાલે મોડીરાત્રે LCB PSI વાય.કે.ઝાલા, ASI દિનેશભાઇ, APC ઉસ્માનખાન, AHC પીયુષકુમાર, રમેશભાઇ સહિતના વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન LCBને બાતમી મળી હતી કે, એક ઇસમ ઊંઝાથી કારમાં વિદેશી દારૂ ભરી વિસનગર તરફ આવી રહ્યો છે.

સપાટો@વિસનગર: LCBએ કારમાંથી દારૂ ઝડપ્યો, મધરાત્રે હાઇવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ચોક્કસ બાતમી હોઇ LCB PSIની ટીમ ખંડોસણ પાટીયા પાસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમીવાળી કાર આવતાં તેને રોકવાનો ઇશારો કરતાં તેણે કાર ખંડોસણ ગામથી દેણપ તરફ ભગાવી મુકી હતી. તો LCBએ પણ ખાનગી વાહનમાં તેનો પીછો કરતાં ઘડીભર મધરાતે હાઇવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ આરોપીની ગાડી સ્પિડમાં હોઇ ખંડોસણ ગામથી દેણપ જતાં રોડ ઉપર ત્રણ રસ્તા નજીક રોડની સાઇડમાં ગટરના નાળાની સાઇડમાં ટકરાયેલા હાલતમાં કાર મળી આવી હતી.

આ તરફ LCBએ આજુબાજુ તપાસ કરતાં ચાલક અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યુ હતુ. જેથી LCBએ કારની તલાશી લેતાં અંદરની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો અને બિયરના ટીમ કુલ નંગ- 353 કિ.રૂ. 1,07,535નો દારૂ મળી આવ્યો હતો. આ તરફ મોબાઇલ કિ.રૂ.500 ગાડીની કિ.રૂ.3,00,000 મળી કુલ કિ.રૂ. 4,08,035નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે આરોપી ઇસમ ફરાર હોઇ તેની સામે વિસનગર તાલુકા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો. જેથી વિસનગર તાલુકા પોલીસે આરોપી સામે પ્રોહી એક્ટની કલમ 65-A, 65(e), 116-B, 98(2) અને આઇપીસીની કલમ 279 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.