સપાટો@ઊંઝા: DySpની ટીમે એકસાથે 16 જુગારીઓ ઝડપ્યાં, લાખોનો મુદ્દામાલ જપ્ત
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
કોરોનાકાળ વચ્ચે વિસનગર DySp ની ટીમે ગઇકાલે સાંજે ઊંઝા પંથકમાં રેઇડ કરી એકસાથે 16 જુગારીઓને ઝડપી પાડ્યા છે. ચોક્કસ બાતમી આધારે રેઇડ કરતાં જુગારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. કાર્યવાહી દરમ્યાન ટીમે રોકડ રકમ મળી કુલ કિ.રૂ.1.98 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે તમામ ઇસમો સામે ઊંઝા પોલીસ મથકે જુગાર અટકાયતી અધિનિયમ હેઠળ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે જુગારની પ્રવૃત્તિઓ અટકાવવા સુચના આપેલ છે. જે અનુસંધાને વિસનગર DySpને ચોક્કસ બાતમી મળતાં PSIની ટીમને રેઇડ કરવા સુચના આપી હતી. જે આધારે PSI બી.વી.ભગોરા, AHC પ્રવિણકુમાર, મોહસિનખાન, વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના PCપ્રદિપસિંહ, મહાવિરસિંહ, નરેન્દ્રસિંહ, વિપ્લવસિંહ, રણજીતસિંહ, કિરિણકુમાર સહિતની ટીમે દાસજ રોડ પરના ગાંડા બાવળની ઝાડીની જગ્યાએ રેઇડ કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, ચોક્કસ બાતમી હોઇ DySpની ટીમે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી રેઇડ કરતાં જુગારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ ટીમે કાર્યવાહી દરમ્યાન રોકડ રકમ રૂ.28,040, મોબાઇલ ફોન નંગ-10 કિ.રૂ. 10,800, વેગેનાર કાર અને મોટર સાયકલ કિ.રૂ.1,60,000 મળી કુલ કિ.રૂ.1,98,843નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે કુલ 16 જુગારીઓને ઝડપી પાડ્યા તો એક ઇસમ ફરાર હોઇ તેની શોધવા પણ કવાયત હાથ ધરી છે. આ સાથે ઊંઝા પોલીસ મથકે તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12 A મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.
આ રહ્યાં જુગારીઓના નામ
- ઠાકોર ચેતનજી કાન્તીજી
- ઠાકોર નિકુલજી પ્રવિણજી, ગામ-દાસજ, તા.ઊંઝા, જી.મહેસાણા
- શેખ નબીભાઇ છમુભાઇ, ગામ-દાસજ, તા.ઊંઝા, જી.મહેસાણા
- ભરતભાઇ નરસિંહભાઇ પટેલ, ગામ-દાસજ, તા.ઊંઝા, જી.મહેસાણા
- ઠાકોર મહેન્દ્રજી રણછોડજી, ગામ-દાસજ, તા.ઊંઝા, જી.મહેસાણા
- શેખ સહીદભાઇ વકીલભાઇ, ગામ-દાસજ, તા.ઊંઝા, જી.મહેસાણા
- બહેલીમ મહેબુબભાઇ ભીખુભાઇ, મહેસાણા
- કાજી મુસ્તાકમીયાં નન્નુમીયાં, સિધ્ધપુર
- ઠાકોર મનુજી લક્ષ્મણજી, ગામ-મહેરવાડા, તા.ઊંઝા, જી.મહેસાણા
- પંચાલ ધર્મેશભાઇ દશરથભાઇ, ગામ-મહેરવાડા, તા.ઊંઝા, જી.મહેસાણા
- પરમાર ગણેશભાઇ જેઠાભાઇ, ગામ-ઊંઝા, જી.મહેસાણા
- જોશી પ્રવિણભાઇ વસંતલાલ, ગામ-ઊંઝા, જી.મહેસાણા
- સેનમા કાંતિભાઇ જીવાભાઇ, ગામ-ચાટાવાડા, તા.સિધ્ધપુર, જી.પાટણ
- સેનમા ભીખાભાઇ સેંધાભાઇ, ગામ-ચાટાવાડા, તા.સિધ્ધપુર, જી.પાટણ
- પરમાર અમરતભાઇ જેઠાભાઇ, ગામ-સિધ્ધપુર, જી.પાટણ
- મોગલ ઇબ્રાહીમખાન સલીમખાન, ગામ-સિધ્ધપુર, જી.પાટણ
- ઇમરાનખાન અબામીયાં પઠાણ- હાજર મળી આવેલ નથી