સરાહનિય@સુઇગામ: પોલીસે ગુમ થયેલ વ્યક્તિનું પરિવાર સાથે મિલન કરાવ્યું

અટલ સમાચાર, સુઇગામ(દશરથ ઠાકોર) સુઇગામ તાલુકાના પાડણ ગામેથી તા.12/09/19ના ગ્રામજનો દ્રારા એક શંકાસ્પદ વ્યક્તિ આવેલ હોવાની સુઇગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ દ્રારા પાડણ ગામે જઇ શંકાસ્પદ વ્યક્તિને વાવ પોલીસ સ્ટેશનમાં લઇ જઇ શંકાસ્પદ વ્યક્તિની પુછપરછ કરતા માનસિક રીતે અસ્થિર હોવાનુ જણાયેલ. જે હિન્દી ભાષા લખી શકતો હોઇ હિન્દી ભાષામાં નામ સરનામુ લખતાં તેનુ નામ
 
સરાહનિય@સુઇગામ: પોલીસે ગુમ થયેલ વ્યક્તિનું પરિવાર સાથે મિલન કરાવ્યું

અટલ સમાચાર, સુઇગામ(દશરથ ઠાકોર)

સુઇગામ તાલુકાના પાડણ ગામેથી તા.12/09/19ના ગ્રામજનો દ્રારા એક શંકાસ્પદ વ્યક્તિ આવેલ હોવાની સુઇગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ દ્રારા પાડણ ગામે જઇ શંકાસ્પદ વ્યક્તિને વાવ પોલીસ સ્ટેશનમાં લઇ જઇ શંકાસ્પદ વ્યક્તિની પુછપરછ કરતા માનસિક રીતે અસ્થિર હોવાનુ જણાયેલ. જે હિન્દી ભાષા લખી શકતો હોઇ હિન્દી ભાષામાં નામ સરનામુ લખતાં તેનુ નામ લક્ષ્મીનારાયણ બસંતીલાલ લુહાર ઉવ.આશરે 40 રહે.પાનમુડી તા.જી.પ્રતાપગઢ-રાજસ્થાન હોવાનુ જાણવા મળ્યું હતુ.

જેથી ઇ.ચા પો.સબ.ઇન્સ જી.કે.જાડેજા તથા એ.એસ.આઇ રઘુદાન શંકરદાન, હે.કો વિષ્ણુભાઇ હિરજીભાઇ, હે.કો તગજીભાઇ માધાભાઇ, પો.કોન્સ રવજીભાઇ ગંગારામભાઇ, પો.કોન્સ દાનાભાઇ રાંમજીભાઇ વિગેરે પોલીસ સ્ટાફના માણસોએ સોશ્યિલ મીડીયા તથા ઇન્ટનેટના માધ્યમથી સદરે સરનામા સંબંધે તપાસ કરતા માણસના વાલી વારસોનો સંપર્ક થયો હતો.

સરાહનિય@સુઇગામ: પોલીસે ગુમ થયેલ વ્યક્તિનું પરિવાર સાથે મિલન કરાવ્યું

તેઓએ જણાવેલ કે ગુમ થયેલ વ્યકિત એક માસ પહેલાં ઘરેથી નીકળી ગયેલ છે. જે માનસિક અસ્થિર છે અને પરિવારે પોતે લેવા આવવાનુ જણાવ્યુ હતુ. જેથી તેના સગાભાઇ દેવીલાલ બંસતીલાલ લુહાર સુઇગામ પોલીસ સ્ટેશન ખાતે લેવા આવ્યા હતા. તેણે જણાવેલ કે પોતાના ભાઇ લક્ષ્મીનારાયણની માનસિક હાલત સારી ન હોઇ તે અવારનવાર ઘરેથી અગાઉ પણ જતો રહેલ હતો. તેની માનસિક રોગની હોસ્પિટલમાં સારવાર પણ કરાવેલ છે.

હાલમાં રણુજાના મેળા ભરતો હોઇ ગામ પાસેથી નીકળતા પદયાત્રીઓ સાથે એક માસ પહેલા તે નીકળી ગયેલ હતો અને તેના લગ્ન થઇ ગયેલ છે. તેને બે સંતાન પણ છે. સદરે ગુમ થનાર લક્ષ્મીનારાયણને તેના સગાભાઇ દેવીલાલ સુઇગામ ખાતે લેવા સારૂ આવતાં સુખદ રૂપે પરત સોંપવામાં આવ્યો હતો. આમ, સુઇગામ પોલીસ દ્રારા ઇન્ટરનેટના માધ્યમથી ઘરેથી એક માસથી વિખુટા પડી ગયેલ માનસિક અસ્થિર યુવાનનુ તેના પરિવાર સાથે મિલન કરાવતા પંથકમાં લોકો પોલીસની સરાહનિય કામગીરીને વખાણી રહ્યા છે.