આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટે બી.આર.સી સરસ્વતી અને તા.પ્રા.શિ.ની કચેરીના સંયુક્ત ઉપકર્મે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અઘાર હીટ એન્ડ રન અને સરીયદ સ્ટાર્સ વચ્ચે યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં રમાઇ હતી. જેમાં અઘાર હીટ એન્ડ રન ને હરાવી સરીયદ સ્ટાર્સ ટીમે ટ્રોફી પોતાને હસ્તક કરી હતી. જયારે અઘાર ટીમ રનર અપ રહી હતી. મેન ઓફ ધ મેચ દશરથ ઓઝા તથા મેન ઓફ ધ સીરીઝ કોઇટાના આંબલિયાસણા જાહિદ થયા હતા.

તમામ શિક્ષકોએ ઉત્સાહભેર અને ખેલદિલીથી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તથા ફાઇનલ રમનાર શિક્ષકોમાં આનંદ સાથે ખૂબજ ઉત્સાહ જોવા મળ્યો હતો. નિલેશ શ્રીમાળીએ જણાવ્યું કે બીઆરસી કો ઓર્ડીનેટર રતાજી ઠાકોરે આ પ્રકારનું આયોજન કરીને શિક્ષકોને સુંદર પ્લેટફોર્મ પુરુ પાડ્યું છે. ખૂબ જ હર્ષ અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણ વચ્ચે મેચ પૂર્ણ થઈ હતી. બીઆરસી કો.ઓર્ડીનેટર રતાજી ઠાકોરે તમામ શિક્ષકો નો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આ કાર્યક્રમની સફળતાનું શ્રેય તાલુકાના તમામ શિક્ષકોને છે તથા તમામ શિક્ષકો ખેલદિલીથી આ મેચમાં જોડાયા જે અમારા માટે હર્ષ ની લાગણી સમાન છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code