આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

સરસ્વતી તાલુકાના ભાટસણ ગામની વિદ્યાર્થીની ઠાકોર શિલ્પાબેન લેરજીજીએ કોઇટા સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં પ્રથમ ક્રમાંક મેળવી ભાટસણ પ્રાથમિક શાળા, સામાન્ય વિદ્યાલય કોઇટા, ભાટસણ ગામ તથા ઠાકોર સમાજનું ગૌરવ વધાર્યું છે. પોતાની સફળતાનું શ્રેય ભાટસણ પ્રાથમિક શાળામાં તૈયાર કરવામાં આવેલ મજબૂત પાયો, કોઇટા હાઈસ્કૂલના શિક્ષકોનું માર્ગદર્શન તથા મમ્મી પપ્પાનો સપોર્ટ છે તેમ શિલ્પાબેને જણાવ્યું હતું.

ધોરણ 12 સાયન્સમાં 78.5 % તથા 94.6 પી.આર મેળવનાર શિલ્પાબેન મધ્યમ પરિવારથી આવે છે, ગ્રામ્યકક્ષાએ સુવિધાઓ નો અભાવ, ઘરકામની જવાબદારી, ટ્યુશન ક્લાસીસ બિલકુલ નહીં છતાં મક્કમ મનોબળથી આ સફળતા પ્રાપ્ત કરી હતી. શિલ્પાબેને જણાવ્યું કે એમના પપ્પા પણ તમને ખૂબ જ સપોર્ટ કર્યો છે તથા શાળાના શિક્ષકો તથા તેમના ભૂતપૂર્વ શિક્ષિકા અને હાલમાં અઘાર કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વર્ષાબેન ભગવાનભાઈ પટેલનું સતત માર્ગદર્શન તેમને ખૂબ જ કામ આવ્યું અને આ સફળતા મેળવી. શિલ્પાબેને ધોરણ 10માં પણ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. ઝડપથી સરકારી નોકરી મળી જાય તેવી લાઈન પસંદ કરી મમ્મી-પપ્પા ને આર્થિક સહાય કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code