સરસ્વતી@મર્ડરઃપ્રેમીને પામવા બેકસુરની હત્યા, 14 વર્ષ બાદ ગુનાની ગુંથી ઉકેલાઈ

અટલ સમાચાર, બનાસકાંઠા (રામજી રાયગોર) બાવલામાં પ્રેમીને પામવા ખિમાણાની અસ્થિર મગજની શારદાબેન રાવળ નામની મહિલાની હત્યા કરી લાશ સળગાવી દેવાના કેસમાં ચાર દિવસના રિમાન્ડ પર રહેલી ભીખી ઉર્ફે ભાવના રાઠોડ, તેના પ્રેમી વિજુભા અને તેના બે મિત્રો સહિત ચારે જણાના રિમાન્ડ સોમવારે પૂરા થાય છે. આ દરમિયાન પોલીસ તમામને બાવલા અને ખીમાણા ગામે લઇ જઇ
 
સરસ્વતી@મર્ડરઃપ્રેમીને પામવા બેકસુરની હત્યા, 14 વર્ષ બાદ ગુનાની ગુંથી ઉકેલાઈ

અટલ સમાચાર, બનાસકાંઠા (રામજી રાયગોર)

બાવલામાં પ્રેમીને પામવા ખિમાણાની અસ્થિર મગજની શારદાબેન રાવળ નામની મહિલાની હત્યા કરી લાશ સળગાવી દેવાના કેસમાં ચાર દિવસના રિમાન્ડ પર રહેલી ભીખી ઉર્ફે ભાવના રાઠોડ, તેના પ્રેમી વિજુભા અને તેના બે મિત્રો સહિત ચારે જણાના રિમાન્ડ સોમવારે પૂરા થાય છે. આ દરમિયાન પોલીસ તમામને બાવલા અને ખીમાણા ગામે લઇ જઇ સ્થળ તપાસ કરી હતી. આ મામલામાં પરિવારજનોના નિવેદનો લીધા હતા. જેમાં ભીખીબેને એક દિકરો છે. આખું ઘર તબાહ થઇ ગયું, હવે એ 14 વર્ષ બાદ જીવતી નીકળી.

સરસ્વતી@મર્ડરઃપ્રેમીને પામવા બેકસુરની હત્યા, 14 વર્ષ બાદ ગુનાની ગુંથી ઉકેલાઈ

સરસ્વતી તાલુકાના બાલવામાં આવેલા પંચાલવાડામાં જ્યાં શારદા રાવળને જીવતી સળગાવી દેવાઇ હતી. તે જગ્યા પર પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી અહીં રહેતા નર્મદાબહેન પાસે ભીખી પંચાલની ઓળખ કરાવી હતી. 14 વરસ બાદ પણ નર્મદાબહેન ભીખીને તરત ઓળખી ગયા હતાં. અહીં જ્યાં શારદાબેનની હત્યા કરાઇ હતી તે ઘટના સ્થળનું પંચનામું કર્યું હતું. પંચાલવાડામાં ભીખીએ પ્રેમી સાથે મળી શારદાનું મોઢું સળગાવ્યું હતું.

સરસ્વતી@મર્ડરઃપ્રેમીને પામવા બેકસુરની હત્યા, 14 વર્ષ બાદ ગુનાની ગુંથી ઉકેલાઈ

2005માં જે શારદાબેન રાવળની હત્યા થઈ હતી તેના પરિવારજનોને એમ હતું કે મૃતક મંદબુદ્ધિ હોવાના લીધે ક્યાંક જતી રહી હશે. જ્યારે આટલા વર્ષે હત્યાની જાણ થતાં કુટુંબીજનો ભારે દુઃખી થયા હતા.