સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં ચિત્રસ્પર્ધાનું આયોજન કરાયું
અટલ સમાચાર, પાટણ પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં યોગાંજલી કેળવણી મંડળના કાર્યકર ઠાકોર રામજીભાઈ દ્વારા ચિત્રસ્પર્ધાનું આયોજન વામૈયા શાળામાં કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ ચિત્રસ્પર્ધા કાર્યક્રમને સફળ નિપજ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય દિલીપભાઈ પ્રજાપતિ અને દિલીપસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષક દિલીપસિંહ ગોહિલે વિદ્યાર્થીઓ
Jan 30, 2019, 15:29 IST

અટલ સમાચાર, પાટણ
પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં યોગાંજલી કેળવણી મંડળના કાર્યકર ઠાકોર રામજીભાઈ દ્વારા ચિત્રસ્પર્ધાનું આયોજન વામૈયા શાળામાં કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ ચિત્રસ્પર્ધા કાર્યક્રમને સફળ નિપજ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય દિલીપભાઈ પ્રજાપતિ અને દિલીપસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષક દિલીપસિંહ ગોહિલે વિદ્યાર્થીઓ સાથે બેસી ચિત્ર દોરી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પૂરો પાડ્યો હતો. સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમના આયોજનમાં સી.આર.સી.કો. નિલેશભાઈ શ્રેમાળીએ શાળાને અભિનંદન પાઠવ્યા હતા.