કટાક્ષ@ગુજરાત: કોંગ્રેસ કોનું માને ? વાઘાણીનું કે પંડયાનું ? જયરાજસિંહ પરમાર

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં કોરોના વાયરસને લઇ ચિંતાજનક સ્થિતિ વચ્ચે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા ઇમરાન ખેડાવાલાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચી ગયો છે. જોકે આજે ભાજપના ભરત પંડયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, તમે જ્યારે પોતે બીમાર હોવ, કોરોના માટે ટેસ્ટ કરાવ્યો હોય, ત્યારે પણ માસ્ક નીચે રાખીને લોકોની વચ્ચે ફરવું એ ગંભીર બેદરકારી
 
કટાક્ષ@ગુજરાત: કોંગ્રેસ કોનું માને ? વાઘાણીનું કે પંડયાનું ? જયરાજસિંહ પરમાર

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોના વાયરસને લઇ ચિંતાજનક સ્થિતિ વચ્ચે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા ઇમરાન ખેડાવાલાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચી ગયો છે. જોકે આજે ભાજપના ભરત પંડયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, તમે જ્યારે પોતે બીમાર હોવ, કોરોના માટે ટેસ્ટ કરાવ્યો હોય, ત્યારે પણ માસ્ક નીચે રાખીને લોકોની વચ્ચે ફરવું એ ગંભીર બેદરકારી જ કહેવાય. જેને લઇ કોંગ્રેસના જયરાજસિંહ પરમારે કટાક્ષ કરતા જણાવ્યુ હતુ કે, અમારે કોનું માનવાનુ ? જીતુભાઇ વાઘાણીનું કે ભરત પંડ્યાનું ?

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા બે ધારાસભ્યો હોમ ક્વોરેન્ટાઇન થયા છે. આ તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સેલ્ફ આઇસોલેટ થયા છે. ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રતિક્રિયા આપી હતી કે, કોઈપણ વ્યક્તિ પોતે જ બીમાર હોય, કોરોના ટેસ્ટ કરાવ્યો હોય, એટલે કે શંકાસ્પદ કોરોના વખતે લોકોની વચ્ચે જઈને “સેવા” કરવી એ “કુસેવા” છે. જેને લઇ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે પણ વળતો પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, ભાજપના નેતાઓ ઘેર બેઠાં બેઠા દીવા સળગાવો કોંગ્રેસના જનપ્રતિનિધીઓ પોતાની જાતને બાળીને પ્રજાને બચાવવા ઝઝુમતા રહેશે. કોંગ્રેસ કોનું માને ? જીતુભાઈ વાઘાણીનું કે ભરત પંડયાનું ?

જયરાજસિંહ પરમારે જણાવ્યુ હતુ કે, એક બાજુ ઘેર નવરા પડેલાં જીતુભાઈ લઘુમતી સમાજને કોંગ્રેસ સમજાવે એવા વિડીયો બનાવે છે અને બીજી બાજુ જાતની પરવા કર્યા સિવાય સરકારની મદદે લોકોની વચ્ચે ગ્રાઉન્ડ ઝીરો પર રહેતાં કોંગ્રેસના ધારાસભ્ય રાજનીતિ કરે છે એવું નિવેદન ભરત પંડયા કરે છે ત્યારે આ બન્ને મહાનુભાવો અંદરો અંદર નક્કી કરીને કહે કે કોંગ્રેસે માનવું કોનું? આખા રાજ્યની સૌથી મોટી અને શક્તિશાળી ઓફિસ જ્યાંથી હુકમો છૂટે છે ત્યાં જયારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કર્ફ્યુ નાખવા માટે બોલાવ્યા હતા અને રૂબરૂ બોલાવવાને બદલે વિડિઓ કોન્ફરન્સિંગ કરી શક્યા હોત. રાજ્યમાં ૬ કરોડ લોકોનું સ્ક્રિનિંગ કરવાવાળી સરકારે ઈમરાનભાઈને તાવ છે કે કેમ એ ચેક નહીં કર્યું હોય ??

કટાક્ષ@ગુજરાત: કોંગ્રેસ કોનું માને ? વાઘાણીનું કે પંડયાનું ? જયરાજસિંહ પરમાર

જયરાજસિંહે ઉમેર્યુ હતુ કે, ખેડાવાલાએ પણ ખ્યાલ હોય તો ના જવું જોઈએ પરંતુ એ પણ કોરોના પોઝિટિવથી અજાણ હતા. સંવાદ બાદ લોકોને સરકારી તંત્રને સહકાર આપવા સમજાવવા સતત ફીલ્ડમાં રહેલ ઈમરાન ખેડાવાલાને કોરોના પોઝીટીવ આવતાં તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાના બદલે ઘરમાં બેસવાની સલાહ આપનાર ભરત પંડયાએ કદાચ જીતુભાઈનો વિડીયો જોયો નથી લાગતો. મારી સલાહ છે કે નેટફ્લીક્સ અને પ્રાઇમ વીડીઓમાંથી થોડો સમય કાઢી તમારા પ્રમુખે મહેનત કરી બનાવેલો વીડીયો પણ જુઓ. ભરતભાઇ તમે રાજનીતિનો આક્ષેપ કરી કોંગ્રેસને નહીં જીતુભાઈની રાજકીય સમજ પર સંદેહ વ્યક્ત કરી રહ્યા છો.