સાણંદના તલાટીએ 26.78 લાખની છેતરપિંડી કરતા સરપંચે ફરીયાદ નોંધાવી

અટલ સમાચાર,અમદાવાદ સાણંદના ચાચરવાડી ગામમાં મહિલા તલાટી દ્વારા રૂ. 25 લાખથી વધુની ઉચાપત આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. વિગત અનુસાર સાણંદ તાલુકાના ચાચરવાડી ગામના મહિલા તલાટી મમતાબહેન પટેલે ગ્રામ પંચાયતના પ્રોફેશનલ ટેક્ષ, વેરા સહિતના રૂ. 26.78 લાખ બેન્કોમાંથી ઉપાડી છેતરપિંડી આચરી હતી. તેમજ ચેકબુક અને રોજમેળ સહિતના રેકર્ડ ગાયબ કરી દેવામાં આવ્યા
 
સાણંદના તલાટીએ 26.78 લાખની છેતરપિંડી કરતા સરપંચે ફરીયાદ નોંધાવી

અટલ સમાચાર,અમદાવાદ

સાણંદના ચાચરવાડી ગામમાં મહિલા તલાટી દ્વારા રૂ. 25 લાખથી વધુની ઉચાપત આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. વિગત અનુસાર સાણંદ તાલુકાના ચાચરવાડી ગામના મહિલા તલાટી મમતાબહેન પટેલે ગ્રામ પંચાયતના પ્રોફેશનલ ટેક્ષ, વેરા સહિતના રૂ. 26.78 લાખ બેન્કોમાંથી ઉપાડી છેતરપિંડી આચરી હતી. તેમજ ચેકબુક અને રોજમેળ સહિતના રેકર્ડ ગાયબ કરી દેવામાં આવ્યા હતા. આ મહિલા તલાટી આટલે થી ના અટકતા તેમની બદલી થયા બાદ પણ બેન્કોમાંથી લાખો રૂપિયા ઉપાડી લીધા હોવાની ફરીયાદ મહિલા સરપંચ ઘ્વારા કરવામાં આવી છે.
સાણંદ તાલુકાના વાસણા, ચાચરવાડી ગામના મહિલા સરપંચ રેખાબહેન વસાવાએ ચાંગોદર પોલીસ તલાટી મમતાબેન પટેલ (રહે, સાબરમતી, અમદાવાદ) સામે ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી જુદી જુદી કંપનીઓની પ્રોફેશનલ ટેક્ષ તથા વ્યવસાય વેરો, ઘરવેરા, પાણી વેરા સફાઇ વેરા સહિતની આવક ગ્રામ પંચાયતના પાંચ બેન્કના એકાઉન્ટમાં જમા કરવામાં આવતી હતી જે રકમને પોતાના મનસ્વીપણે અને ગેરકાયદેસર રીતે બેંકમાંથી ઉપાડી લેવાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને મહિલા તલાટી સામે તપાસ આરંભી છે.