આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

પાટણ જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે નવ તાલુકા અને જિલ્લા પંચાયતની એક એમ કુલ 10 ટીમો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં શનિવાર અને રવિવારના રોજ થયેલ હતી. જેમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટ શિક્ષકો માટે આકર્ષણની સાથે સાથે ઉત્સાહનું કેન્દ્ર બની રહયું હતું. તમામ શિક્ષકો ઉત્સાહથી ટુર્નામેન્ટમાં જોડાયા હતાં. જેમાં આ રવિવારે સિદ્ધપુર ઈલેવન અને સરસ્વતી સ્ટાર ઈલેવન વચ્ચેની ફાઈનલ મેચમાં સરસ્વતીની ટીમ વિજેતા થઇ અને મેન ઓફ ધ મેચ શિક્ષક નૈનેશ પટેલ ઉંદરા પ્રા. શાળા જેમેને ૪૭ રન અને ૩ વિકેટ લીધેલ જ્યારે મેન ઓફ ધ સીરીઝ મુડાણા પ્રા. શાળા(સિદ્ધપુર) ના શિક્ષક જેસંગજી ઠાકોર થયા હતા.

તમામ શિક્ષકોએ ઉત્સાહભેર અને ખેલદિલીથી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ખૂબ જ હર્ષ અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણ વચ્ચે સતત બે મહિનાથી ચાલતી મેચો પૂર્ણ થઈ હતી. ટુર્નામેન્ટના આયોજક સરસ્વતી બીઆરસી કો.ઓર્ડીનેટર રતાજી ઠાકોરે તમામ શિક્ષકો નો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે સૌ શિક્ષક મિત્રોના સાથ સહકારથી તથાસહ કન્વીનર વિરમજી બી. ઠાકોર મહાદેવપુરા (સાંપ્રા) અને નિલેશ પટેલ મોરબીપુરા (સરીયદ) તથા મીડિયા કન્વીનર અઘારસી.આર.સી કો-ઓર્ડીનેટર નિલેશ શ્રીમાળી, ટ્રોફીના દાતા શ્રીનાથ બેંક્વેટ હોલ એન્ડ સ્ટડી લાયબ્રેરીના સુનિલ નાયક, મેઘલ સાલ્વી અને પ્રવિણ શ્રીમાળી તથા સરસ્વતી તાલુકા અને પાટણ જિલ્લાના શિક્ષકોના ઉત્સાહને કારણે આ કાર્યક્રમ વધું સફળ રહ્યો હતો.

25 Sep 2020, 1:31 AM (GMT)

COVID-19 Global Stats

32,475,057 Total Cases
988,735 Death Cases
23,969,496 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code