આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ 

બી.આર.સી.ભવન સરસ્વતી અને અઘાર સી.આર.સી ના સંયુક્ત ઉપક્રમે આજરોજ લુઇ બ્રેઇલ ના જન્મદિવસની ઉજવણી અઘાર ક્લસ્ટરની અઘાર પગાર પગાર કેન્દ્ર શાળામાં કરવામાં આવી. જેમાં અધ્યક્ષસ્થાને પાટણ જિલ્લા કલેકટર આનંદ પટેલ, પાટણ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એ. ચૌધરી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણના પ્રાચાર્ય બી.પી ચૌધરી,જિલ્લા નાયબ ડીપીઇઓ (આર.ટી.ઇ) દિલીપભાઈ નાઇ,જિલ્લા આઇ.ઇ.ડી.કો. મધુબેન, સરસ્વતી મામલતદાર, સરસ્વતી તાલુકાના ટીપીઇ, જિલ્લા એમ.આઇ.એસ અને તાલુકા એમ.આઇ.એસ, તાલુકાના સી.આર.સી, પેટા શાળાના આચાર્યો, શિક્ષકો વાલીઓ અને દિવ્યાંગ બાળકો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.. ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ પુસ્તક અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કલેકટરે દિવ્યાંગ બાળકો સાથે સીધો વાર્તાલાપ કર્યો હતો. બાળકોને તેમના હસ્તે ચોકલેટ વિતરણ કરી હતી અને કેક કાપીને લુઇ બ્રેઇલ નો જન્મદિવસ ઉજવી બાળકોને કેક ખવડાવી હતી અને પોતાના જીવનની યાદગાર ક્ષણ સમજી બાળકો સાથે લાંબો સમય રોકાઈ કાર્યક્રમનું આયોજન કરનાર સી.આર.સી કો-ઓર્ડીનેટર અઘાર નિલેશ શ્રીમાળી તથા આઇ.ઇ.ડી યુનિટના સ્ટાફને પ્રોત્સાહિત અને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સીઆરસી અઘાર, આઇ.ઇ.ડી યુનિટ સરસ્વતી અને અઘાર કુમાર શાળાના આચાર્ય બચુજી ઠાકોરે ભારે જહેમત ઉઠાવી હતી. શાળાની સ્વચ્છતા, મધ્યાહ્વ ભોજન તથા કાર્યક્રમની સુંદર તૈયારી કરવા બદલ શાળાના આચાર્ય બચુજી ઠાકોરને ઉપસ્થિત તમામ મહેમાનો એ બિરદાવ્યા હતા..

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code