સરસ્વતી: તાલુકાના ગામોમાં કોમ્પ્યુટર સાહસિકોની હડતાળથી કામગીરી ઠપ

અટલ સમાચાર,પાટણ પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના ગામોમાં ગ્રામપંચાયતના વિ.સી.ઓ. હડતાળ ઉપર હોવાથી લોકોને ધક્કા ખાવાનો વારો આવી રહયો છે. માસીક વેતનના માંગ સાથે હડતાળ પર રહેતા હોવાથી ગ્રામપંચાયતોના જન સેવા કેન્દ્રોમાં બંધ હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં. અમરપુરા ગામના વી.સી.મહેશજી ઠાકોર ,ભાટસણ વી.સી.ઇ ધર્મશી ઠાકોર, દેલવાડા વી.સી.ઇ, કમલેશ ઠાકોર સહિતનાએ જણાવ્યું હતું કે અમારી માંગો
 
સરસ્વતી: તાલુકાના ગામોમાં કોમ્પ્યુટર સાહસિકોની હડતાળથી કામગીરી ઠપ

અટલ સમાચાર,પાટણ

પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના ગામોમાં ગ્રામપંચાયતના વિ.સી.ઓ. હડતાળ ઉપર હોવાથી લોકોને ધક્કા ખાવાનો વારો આવી રહયો છે. માસીક વેતનના માંગ સાથે હડતાળ પર રહેતા હોવાથી ગ્રામપંચાયતોના જન સેવા કેન્દ્રોમાં બંધ હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં.
અમરપુરા ગામના વી.સી.મહેશજી ઠાકોર ,ભાટસણ વી.સી.ઇ ધર્મશી ઠાકોર, દેલવાડા વી.સી.ઇ, કમલેશ ઠાકોર સહિતનાએ જણાવ્યું હતું કે અમારી માંગો પુરી ના થવાથી હજું 5 દિવસ સુધી હડતાળ પર રહેવાનું છે. આથી પંચાયત ઘરોમાં લોકોને દાખલા કાઢવાના ,લાઈટબીલો, 7/12 8 અ ના ઉતારા આ તમામ સેવાઓ લોકોને ધકકા ખાવાનો વારો આવી રહ્યો છે.