આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

છેલ્લા કેટલાક વર્ષોથી સર્વ શિક્ષા અભિયાનના કર્મચારીઓ સંબંધે હાઈકોર્ટમાં ચાલતી કાર્યવાહીમાં આખરે ચુકાદો આવ્યો છે. હાઈકોર્ટે નોકરીની સુરક્ષા સહિતના મુદ્દાઓ સ્વિકાર કરતાં કર્મચારીઓ ગેલમાં આવી ગયા છે. સર્વ શિક્ષા અભિયાનની બાંધકામ શાખાની પીછેહટ થઈ હોવાનું મનાય છે.

શુક્રવારે સર્વ શિક્ષા અભિયાનના સરકારી વકીલ અને કરાર આધારિત કર્મચારીઓના વકીલ વચ્ચે દલીલોનો હાઈકોર્ટમાં અંત આવ્યો છે. જિલ્લા પ્રોજેક્ટ ઈજનેર, તાલુકા અને બ્લોક રિસોર્સ પર્સન સહિતના કર્મચારીઓ શરૂઆતથી કરાર આધારિત ફરજ ઉપર છે. આથી અવાર નવાર લટકતી તલવારના ભય હેઠળ હતા.

આ દરમિયાન મામલો હાઇકોર્ટમાં જતાં અત્યાર સુધીની ગતિવિધિને અંતે કર્મચારીઓ તરફી ચુકાદો આવતાં હવે નોકરીની સુરક્ષા સહિતના મુદ્દાઓ સર્વ શિક્ષા અભિયાનને સ્વિકારવા પડ્યા છે. સૌથી વધુ મહત્વનું છે કે અનેક બાબતો SSAની બાંધકામ શાખા દ્વારા છુપાવી હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

 

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

3 COMMENTS

  1. Can u post fully details of decision ,and what thing which hidden by ssa construction wing, please reply me as soon as possible

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code