રીપોર્ટ@સાસણગીર: આમીર ખાનનો પ્રવાસ વિવાદમાં, પ્રાણીઓને બંદી બનાવવાનો આરોપ

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક બોલીવુડ સ્ટાર આમિર ખાન પોતાની વેડિંગ એનિવર્સરીના સેલિબ્રેશન હેતુ આ વખતે ગુજરાતનો મહેમાન બન્યો છે. પરંતુ આ સાસણ ગીરની મુલાકાતે હાલમાં એક્ટર માટે વિવાદ પેદા કર્યો છે. હકીકતમાં આમિર ખાનની સાસણ ગીરની મુલાકાતને લઇને એક સામાજિક કાર્યકરે સુઓમોટો કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીકર્તાએ દાવો કર્યો છે કે, વન વિભાગે આમિર
 
રીપોર્ટ@સાસણગીર: આમીર ખાનનો પ્રવાસ વિવાદમાં, પ્રાણીઓને બંદી બનાવવાનો આરોપ

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

બોલીવુડ સ્ટાર આમિર ખાન પોતાની વેડિંગ એનિવર્સરીના સેલિબ્રેશન હેતુ આ વખતે ગુજરાતનો મહેમાન બન્યો છે. પરંતુ આ સાસણ ગીરની મુલાકાતે હાલમાં એક્ટર માટે વિવાદ પેદા કર્યો છે. હકીકતમાં આમિર ખાનની સાસણ ગીરની મુલાકાતને લઇને એક સામાજિક કાર્યકરે સુઓમોટો કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીકર્તાએ દાવો કર્યો છે કે, વન વિભાગે આમિર ખાનને VIP સેવા આપી છે. જેમાં ગેરકાયદેસર રીતે સિંહ-સિંહણો રસ્તા પર મૂકાયા છે તેવો દાવો કરવામાં આવતાં વિવાદ સર્જાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામાજિક કાર્યકરનો આરોપ છે કે, કલાકો સુધી વન્ય પ્રાણીઓને બંદી બનાવી દર્શન કરાવાય છે. આ માટે કાયદેસર કાર્યવાહી કરવા ગુજરાત હાઇકોર્ટમાં સામાજિક કાર્યકર સામાજિક કાર્યકર ભનુ નાગા ઓડેદરા દ્વારા અરજી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અભિનેતા આમિર ખાને પરિવાર અને મિત્રો સાથે સાસણ ગીરમાં સિંહ દર્શન કર્યા હતા. મહત્વનું છે કે, 26 ડિસેમ્બરના રોજ આમિર ખાન તેના પરિવાર સાથે એનીવર્સરી ઉજવવા ગુજરાત આવ્યા હતાં. ઍક્ટર પોતાના પરિવાર સાથે પોરબંદર ઍરપોર્ટ પહોંચ્યો હતો અને ત્યાંથી સાસણગીર જવા નીકળ્યો હતો. આ દરમ્યાન ઍરપોર્ટ પર તેના ફોટો અને વીડિયો વાયરલ થયા હતા.