સતલાસણાઃ બાઈક સ્લીપ થતા પતિ-પત્નીના મોત

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાના સતલાસણામાં દંપતિ મોટર સાયકલ પર જઈ રહ્યું હતું. ત્યારે બાઈક અચાનક સ્લીપ થતાં બન્નેને માથા તેમજ શરીર પર ગંભીર ઈજાઓ પહોંચતાં મોત નિપજવા પામ્યું હતુ. આ દંપતિના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. સતલાસણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર નાયી અતુલભાઈ કેશવલાલ તેમજ તેમના પત્ની શ્રધ્ધાબેન બન્ને
 
સતલાસણાઃ બાઈક સ્લીપ થતા પતિ-પત્નીના મોત

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના સતલાસણામાં દંપતિ મોટર સાયકલ પર જઈ રહ્યું હતું. ત્યારે બાઈક અચાનક સ્લીપ થતાં બન્નેને માથા તેમજ શરીર પર ગંભીર ઈજાઓ પહોંચતાં મોત નિપજવા પામ્યું હતુ. આ દંપતિના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

સતલાસણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર નાયી અતુલભાઈ કેશવલાલ તેમજ તેમના પત્ની શ્રધ્ધાબેન બન્ને બાઈક ઉપર સતલાસણા એચડીએફસી બેંક આગળથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક બાઈક સ્લીપ ખાઈ જવા પામ્યું હતું. આ સમયે બન્ને નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને મોત નિપજવા પામ્યા હતા. જોકે, દંપતિના મોતને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. આ અંગે સતલાસણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.