ખળભળાટ@સતલાસણા: દૂધ મંડળીના મંત્રીએ કરી 59 લાખની ઉચાપત, વસૂલાતમાં 38 લાખ ના આપતાં FIR 

અટલ સમાચાર ડોટ કોમ, સતલાસણા સતલાસણા તાલુકાના ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના તત્કાલિન મંત્રી સામે 59 લાખની ઉચાપતની ફરીયાદ નોંધાતાં હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ મંડળીમાં ઓક્ટોમ્બર 2019થી માર્ચ 2021 દરમ્યાન આ ઉચાપતની ઘટના સામે આવી હતી. જે બાદમાં મંડળી દ્રારા આરોપી તત્કાલિન મંત્રી પાસેથી કુલ ઉચાપતની રકમમાંથી 21 લાખની વસૂલાત કરી હતી. જે
 
ખળભળાટ@સતલાસણા: દૂધ મંડળીના મંત્રીએ કરી 59 લાખની ઉચાપત, વસૂલાતમાં 38 લાખ ના આપતાં FIR 

અટલ સમાચાર ડોટ કોમ, સતલાસણા

સતલાસણા તાલુકાના ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના તત્કાલિન મંત્રી સામે 59 લાખની ઉચાપતની ફરીયાદ નોંધાતાં હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ મંડળીમાં ઓક્ટોમ્બર 2019થી માર્ચ 2021 દરમ્યાન આ ઉચાપતની ઘટના સામે આવી હતી. જે બાદમાં મંડળી દ્રારા આરોપી તત્કાલિન મંત્રી પાસેથી કુલ ઉચાપતની રકમમાંથી 21 લાખની વસૂલાત કરી હતી. જે બાદમાં બાકીના 38 લાખની કાયમી ઉચાપત મામલે મંડળીના પ્રમુખે તત્કાલિન મંત્રી સામે પોલીસ ફરીયાદ નોંધાવતાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર મામલે સતલાસણા પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાના સરદારપુરા (ચીકણા) દૂધ ઉત્પાદક સહકારી મંડળીના તત્કાલિન મંત્રી સામે લાખોની ઉચાપતની ફરીયાદ નોંધાઇ છે. મંડળીના વર્તમાન પ્રમુખ ઠાકોર રામાજી પુંજાજીએ નોંધાવેલ ફરીયાદ મુજબ તા.1/10/2019થી 31/03/2021ની ઓડીટ દરમ્યાન અગાઉના મંત્રી બાબુજી કુંવરજી ઠાકોરે રૂ.59,44,269 કાયમી નાણાની ઉચાપત કર્યાનું ખુલ્યુ હતુ. જે બાદમાં દૂધ ઉત્પાદક વ્યવસ્થાપક કમિટીએ આરોપી મંત્રી ઠાકોર બાબુજી પાસેથી કુલ ઉચાપતની રકમમાંથી રૂ.21,36,652ની વસૂલાત કરી હતી. જોકે બાકીના રૂ.38,07,617ની કાયમી ઉચાપત મામલે હવે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

ખળભળાટ@સતલાસણા: દૂધ મંડળીના મંત્રીએ કરી 59 લાખની ઉચાપત, વસૂલાતમાં 38 લાખ ના આપતાં FIR 
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગામની દૂધ ઉત્પાદક મંડળીના તત્કાલિન મંત્રીએ લાખની ઉચાપત કરતાં હડકંપ મચી ગયો છે જેમાં જીલ્લા રજીસ્ટાર સહકારી મંડળીના ઓડીટર ડી.આર.જોષી દ્રારા તપાસને અંતે મંત્રી સામે ફોજદારી ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો. જેથી સરદારપુરા (ચીકણા) દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમીટી દ્રારા ઠરાવ પસાર કરી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ડેરીના તત્કાલિન મંત્રી બાબુજી ઠાકોર સામે રૂ.38,07,617ની કાયમી ઉચાપતની ફરીયાદ નોંધાવવામાં આવી છે. સતલાસણા પોલીસે ઇસમ વિરૂધ્ધ આઇપીસી કલમ 408 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.