સૌરાષ્ટ્ર: ગાજવીજ સાથે વરસાદ, બે ખેતમજૂરો પર વીજળી પડતા 1નું મોત

અટલ સમાચાર,ડેસ્ક એક તરફ કોરોના વાયરસ પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. જ્યારે બીજી તરફ રાજ્યના સૌરાષ્ટ્ર પંથકના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. રવિવારે બપોરના સમયે સૌરાષ્ટ્ર પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો થતાં ગાજવીજ, ભારે પવન અને કરા સાથે વરસાડ પડ્યો હતો. અચાનક પડેલા વરસાદે વિસ્તારના તમામ ખેડૂતોનો જીવ અધ્ધર કર્યો હતો. દિવાળી ઉપર તૈયાર થયેલા
 
સૌરાષ્ટ્ર: ગાજવીજ સાથે વરસાદ, બે ખેતમજૂરો પર વીજળી પડતા 1નું મોત

અટલ સમાચાર,ડેસ્ક

એક તરફ કોરોના વાયરસ પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. જ્યારે બીજી તરફ રાજ્યના સૌરાષ્ટ્ર પંથકના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. રવિવારે બપોરના સમયે સૌરાષ્ટ્ર પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો થતાં ગાજવીજ, ભારે પવન અને કરા સાથે વરસાડ પડ્યો હતો. અચાનક પડેલા વરસાદે વિસ્તારના તમામ ખેડૂતોનો જીવ અધ્ધર કર્યો હતો. દિવાળી ઉપર તૈયાર થયેલા પાક ઉપર વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે. આ ઉપરાંત ઉનાળું કેરીના પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કાનાવડાળા ગામમાં ઝાડ નીચે ઊભેલા બે ખેતમજૂરો ઉપર વીજળી પડતા એક મજૂરનું મોત નીપજ્યું હતું જ્યારે બીજો મજૂર દાઝી જતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જામકંડોરણા તાલુકાના કાનાવડાળા ગામે ઝાડ નીચે ઉભા રહીને બે ખેતમજૂરો ફોન પર વાત કરતા હતા. ત્યારે ઝાડ ઉપર વીજળી પડી હતી. આથી એક મજૂરનું દાઝી જતા મોત નીપજ્યું હતું. જ્યારે બીજા મજૂરને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતક મજૂરનું નામ સુથારસીંગ મંગલસીંગ જમરા (ઉ.વ.30) હોવાનું જાણવા મળ્યું છે અને તે મધ્યપ્રદેશનો વતની હતો.

ગીરગઢડાના જંગલ વિસ્તાર સહિત ધોકડવા, મોતીસર અને આસપાસના વિસ્તારમાં પવન સાથે અમીછાંટણા પડ્યા હતા. ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યું હતું. ગોંડલમાં અસહ્ય બાફારા અને વાદળછાંયા વાતાવરણ વચ્ચે છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગોંડલના આંબરડી, કોલીથડ સહિતના આજુબાજુના ગામડાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. જામકંડોરણામાં પણ વરસાદ પડ્યો હતો.