દારૂના વધુ પડતા ઓવરડોઝથી લીવરને બચાવવા આ પીણું બનશે મદદરૂપ

અટલ સમાચાર,ડેસ્ક જ્યારે કોઈ વ્યક્તિ વધુ દારૂ પી લે છે, ત્યારે શરીરમાં કેટલીક પ્રતિક્રિયાઓ થાય છે. વિચારો કે જે વ્યક્તિ નિયમિત રીતે દારૂ પીવે છે, તેનાં આરોગ્ય પર કેવી અસર પડતી હશે. વધુ દારૂ પીવાથી લીવર ડૅમેજ થવાનો કે લીવર કૅંસર થવાનો વધુ જોખમ હોય છે. એક વાર જ્યારે કોઈ વ્યક્તિને દારૂની લત લાગી જાય
 
દારૂના વધુ પડતા ઓવરડોઝથી લીવરને બચાવવા આ પીણું બનશે મદદરૂપ

અટલ સમાચાર,ડેસ્ક

જ્યારે કોઈ વ્યક્તિ વધુ દારૂ પી લે છે, ત્યારે શરીરમાં કેટલીક પ્રતિક્રિયાઓ થાય છે. વિચારો કે જે વ્યક્તિ નિયમિત રીતે દારૂ પીવે છે, તેનાં આરોગ્ય પર કેવી અસર પડતી હશે. વધુ દારૂ પીવાથી લીવર ડૅમેજ થવાનો કે લીવર કૅંસર થવાનો વધુ જોખમ હોય છે.

એક વાર જ્યારે કોઈ વ્યક્તિને દારૂની લત લાગી જાય છે, તેનાંથી છુટકારો પામવો બહુ મુશ્કેલ બની શકે છે. આ સમજવું મહત્વનું છે કે લીવર એક મહત્વનું અંગ છે અને તે શરીરનાં ચયાપચયનાં કાર્યોનો ખ્યાલ રાખે છે તથા લોહીને પાચન તંત્રમાં પ્રવેશ કરતા પહેલા ફિલ્ટર કરે છે. લીવર ડૅમેજ કે સાઇરોસિસની સમસ્યા ત્યારે ઉત્પન્ન થઈ શકે છે કે જ્યારે બહુ વધારે દારૂ પીવાથી બહુ બધા ઝેરી પદાર્થો જમા થઈ જાય છે. તેથી જો આપ પોતાનાં લીવરને હેલ્ધી રાખવા માંગો છો તો આ રહયો ઉપાય ..

આવશ્યક સામગ્રી
કારેલાનું જ્યુસ
4 ચમચી મધ
એક ગ્લાસ લિંબુનો રસ
1 મોટી ચમચી

જો આપ ઇચ્છો છો કે આ ઉપાય બરાબર કામ કરે, તો કમ સે કમ 3 મહિના સુધી દારૂનાં સેવનથી બચવું જોઇએ. આ ઉપરાંત પોટેશિયમ અને ફાયબરયુક્ત ભોજનનું સેવન કરવું જોઇએ કે જે લીવરમાંથી ઝેરી પદાર્થોને પ્રાકૃતિક રીતે સમાપ્ત કરી શકે છે. કારેલાનો રસ વિટામિન એ, સી અને ફાયબર સામગ્રીમાં સમૃદ્ધ છે કે જે આપનાં લીવરની કોશિકાઓની ભરપાઈ કરી શકે છે અને દારૂ પીધા બાદ તેમને સામાન્ય કરી શકે છે.

બનાવવાની વિધિ
એક ગ્લાસમાં તમામ વસ્તુઓ મેળવી લો.
તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.
દારૂ પીધા બાદ દરેક વખત મિશ્રણને પીવો.