આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા,બેચરાજી

મહેસાણા જીલ્લા પંચાયતના માર્ગ મકાન ઘ્વારા તાજેતરમાં બેચરાજીથી સાંપાવાડા જતા માર્ગ ઉપર પુલ બનાવાયો છે. રૂપેણ નદી ઉપર બનાવેલા પુલ ઉપર ખાનગી કંપનીએ પોતાનો કેબલ પાથરી કોઇને ખબર ન પડે તેમ પ્લાસ્ટર કરી દીધુ છે. સ્થાનિક લોકોને ખબર પડતા ઉહાપોહની વચ્ચે કોન્ટ્રાક્ટર કામ પડતુ મુકી નાસી ગયા હતા. આ તરફ માર્ગ મકાન વિભાગને ખબર પડતા દોડધામ મચી ગઇ છે.

બેચરાજી ગામથી સાંપાવાડા જતા હાઇવે માર્ગ ઉપર શંખલપુર નજીક જીલ્લા પંચાયતની બાંધકામ શાખાએ બનાવેલા પુલ ઉપર દબાણ થયાનું સામે આવ્યુ છે. પુલ ઉપર નેટ-વે કંપની જીઓનું કેબલ નાખી કોઇને ખબર ન પડે તેમ પ્લાસ્ટર કરી દીધુ છે. ગુરૂવારે કંપનીના કોન્ટ્રાક્ટર સમગ્ર ગતિવિધિ કરતા સ્થાનિક લોકોના નજરે ચડી ગયા હતા. આથી સરકારી પુલ ઉપર ખાનગી કંપનીના કેબલની મંજુરી પુછતા નાસી ગયા હતા.

સમગ્ર મામલે જીલ્લા પંચાયત નાયબ કાર્યપાલક ઇજનેર ડી.ડી.પ્રજાપતિને વાત કરતા જણાવ્યુ હતુ કે, અગાઉ કડી પંથકમાં પણ ખાનગી કંપનીએ જાણ બહાર કેબલ પાથરતા હટાવાયો હતો. બેચરાજીથી સાંપાવાડા માર્ગ ઉપર આવી ગતિવિધિ ગેરકાયદેસર હોઇ તાત્કાલિક દબાણ દૂર કરી પુલ ખુલ્લો કરવાની સુચના આપીએ છીએ.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code