આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,મહેસાણા

પ્રમુખ તરીકે દિપક પંડ્યા તથા ઉપ પ્રમુખ તરીકે નેમરાજસિંહ વાઘેલાની બિન હરીફ વરણી
સાયલા બાર એસોસિયેશન દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં તા.17 અને 18/12/2018 બે દિવસ ચૂંટણીનાં ફોર્મ ભરવા માટે મુકરર કરાયા હતા. તા.19/12/2018 ફોર્મ પરત ખેંચવા દરમિયાન મુકરર કરવામાં આવ્યા હતા. સાયલા બાર એસોસિયેશનનાં પ્રમુખના ઉમેદવાર તરીકે એડવોકેટ અને સાયલા તાલુકા પંચાયત સામાજિક ન્યાયસમિતિનાં ચેરમેન દિપક પંડ્યાએ ઉમેદવારી નોંધાવેલ તથા ઉપપ્રમુખનાં ઉમેદવાર તરીકે સાયલાનાં એડવોકેટ નેમરાજસિંહ વાઘેલાએ ઉમેદવારી નોંધાવી હતી. નક્કી કરેલી સમય મર્યાદામાં અન્ય કોઈ વકીલ દ્વારા પોતાની ઉમેદવારી ના નોંધાવતા ચુંટણી અધિકારી અને એડવોકેટ એસ.બી.કનાડ તથા એડવોકેટ એમ.આર.ઝાલા દ્વારા નિયમ મુજબ સાયલા બાર એસોસિયેશનનાં એડવોકેટ દિપક પંડ્યાને પ્રમુખ તરીકે તથા એડવોકેટ નેમરાજસિંહ વાઘેલાને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે દિપક પંડ્યા તથા નેમરાજસિંહ વાઘેલા અગાઉનાં વર્ષોમાં પણ સતત ત્રણ વર્ષ સુધી સાયલા બાર એસોસિયેશન નાં પ્રમુખ-ઉપ પ્રમુખ તરીકે સેવા આપી ચુક્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code