કૌભાંડ@અમરેલી: ફોરેન ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી કંપની ઝડપાઈ, કુલ 7 કરોડની કરી ઠગાઈ

 
ગુજરાત ક્રાઇમ
કંપનીએ શરૂઆતમાં રોકારણકારોને ઓછા વ્યાજદરે નાણાં ચૂકવી આપ્યા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના વિવિધ રાજ્યમાં ફોરેન મની એક્સચેન્જના નામે કૌભાંડ કરતી કંપનીની CID ની ટીમે અમરેલીમાંથી પકડી પાડવામાં આવી છે. અમરેલીમાં CID ની ટીમે રાઈટ ગ્રુપ ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની પર દરોડા પાડી એક આરોપીની ધરપકડ કરી હતી.મળતી માહિતી મુજબ, અમેરેલીમાં Right group Financial Limited કંપનીએ UK બેસ્ડ વેબસાઈટ ચાલુ કરી હતી. તે ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી કંપની મારફતે નોકરી આપવાની જાહેરતો આપવામાં આવતી હતી. જાહેરતોમાં પ્રસારિત કરવામાં આવેલું કે, આ કંપની ફોરકેસ ટ્રેડીંગ કરવાથી માસીક પત્રથી 7% વળતર જેટલું મળશે.

તે ઉપરાંત સિવાય અમદાવાદ, ભાવનગર, પંજાબ તથા દુબઈમાં ઓફીસો તૈયાર કરવામાં આવી હતી.કંપનીએ શરૂઆતમાં રોકારણકારોને ઓછા વ્યાજદરે નાણાં ચૂકવી આપ્યા હતા. તેથી રોકાણકારો દ્વારા કંપની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં જણાવ્યું હતું કે, કંપનીએ ઉંચા વ્યાજે નાણાં ચૂકવવાની જગ્યા પર ઓછા નાણાં વળતર પેટે આપ્યા હતા. ત્યારે CID ની ટીમે તપાસ હાથ ધરી અમદાવાદ સહિતા વિવિધ જિલ્લાઓમાં ચાલતી Right group Financial Limited કંપની પર દરોડા પાડી કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

તે ઉપરાંત બે આરોપીઓ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. CID ની ટીમે કુલ 7 કરોડ રૂપિયાની છેતરપિંડીને લઈ આ કંપની  સામે ગુનો દાખલ કર્યો છે. તે ઉપરાંત વિવિધ જિલ્લાઓની બેંકમાં ખોલવામાં આવેલા ખાતાઓ સીઝ કરવામાં આવ્યા છે. કંપનીમાં રોકાણ કરેલા લોકોને કંપનીની સંપતિની હરાજી કરીને નાણાં ચૂકવી આપવામાં આવશે.