કૌભાંડ@અરવલ્લી: 40 બેંક ખાતાઓ ભાડે લઈ 9.50 લાખનો ફ્રોડ આચરનારા 4 આરોપીઓની ધરપકડ

 
કૌભાંડ
વિદ્યાર્થીઓના બેંક ખાતાઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અરવલ્લીમા સાયબર ક્રાઈમ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન 'મ્યુલ હંટ'માં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમે 40થી વધુ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને 9.50 લાખનો ફ્રોડ આચરનારા ચાર આરોપીઓની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી લેવાયેલા ચાર આરોપીઓનું મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી છે. આરોપીઓ દ્વારા સામાન્ય લોકોના, ખાસ કરીને વિદ્યાર્થીઓના બેંક ખાતાઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા અને તેમને 'મ્યુલ' ખાતાઓ તરીકે ઉપયોગમાં લેવાતા હતા. આ બેંક એકાઉન્ટ્સ ₹2,000 થી લઈને ₹40,000 સુધીની રકમ આપીને ભાડે મેળવવામાં આવતા હતા.

આરોપીઓ અરવલ્લી ઉપરાંત અમદાવાદ અને ભાવનગર સુધીના લોકોને આ બેંક એકાઉન્ટ ભાડે આપતા હતાઆરોપીઓ સાયબર ફ્રોડ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. તેઓ APK તેમજ ટેલિગ્રામ જેવા માધ્યમોનો ઉપયોગ કરીને લોકોને છેતરતા હતા. સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા રૂપિયાને ઝડપથી આ ભાડે મેળવેલા 40થી વધુ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરીને આગળ મોકલી દેવામાં આવતા હતા. સાયબર ક્રાઇમે સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.