કૌભાંડ@ગોધરા: NEETની પરીક્ષામાં ગેરરીતીને લઈ ખુલાસો, 11 વિદ્યાર્થીઓએ 3 કરોડથી વધું ચૂકવ્યા

 
ખુલાસો

ગેરરીતી મામલે અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગોધરા ખાતે NEETની પરીક્ષામાં ગેરરીતીને લઈ એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે.સમગ્ર મામલે 16 વિદ્યાર્થીઓ પૈકી 12 વિદ્યાર્થીઓના નામની યાદી સામે આવી છે. પોલીસ તપાસ દરમિયાન 12 વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓએ ગોધરા અને 10 વિદ્યાર્થીઓ પડાલ થર્મલ ખાતે આવેલા નીટના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપી હતી.12 વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીએ વર્ષ 2023માં વડોદરાના પરશુરામ રોયની કંપનીના અને પરશુરામ રોયના બેંક ખાતામાં રૂપિયા 66 લાખ રોકડા જમા કરાવ્યા હતા.

7 વિદ્યાર્થીઓએ પરશુરામ રોય અને તુષાર ભટ્ટને રૂ.2.82 કરોડના ચેક આપ્યા 

7 વિદ્યાર્થીઓએ પરશુરામ રોય અને તુષાર ભટ્ટને રૂ.2.82 કરોડના ચેક આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે ત્રણ વિદ્યાર્થીઓએ પરશુરામ રોય અને તુષાર ભટ્ટને બ્લેન્ક ચેક આપ્યા હોવાનું પણ તપાસમાં આવ્યું છે. નીટ પરીક્ષામાં ગેરરીતી મામલે પંચમહાલ પોલીસે અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે