કૌભાંડ@સુરેન્દ્રનગર: રમકડાવારી એજન્સીનુ વધુ એક સેટિંગ્સ, SMCના ટેન્ડરમા પિતા-પુત્રની એજન્સીઓ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
રમકડાં સહિતના વિવિધ સાધનોના વેપારની એજન્સીઓના લાઇબ્રેરી નિયામકની કચેરીના ટેન્ડરમા સેટિંગ્સ એકમાત્ર નથી. સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન ભ્રષ્ટ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર-૧ દ્વારા થયેલ રૂ. 2 કરોડના ટેન્ડરમા પણ પિતા-પુત્રની એજન્સીઓ વચ્ચે બનાવટી ગળાકાપ ભાવ ઓફરની સ્પર્ધા થઇ હતી. ટેકનિકલ ચકાસણીમાં માન્ય ત્રણ એજન્સીઓ પારિવારિક હોવાનું જાણતાં હોવા છતાં પૂર્વ આયોજિત વેપારી સેટિંગ્સને અંજામ અપાયો હતો. કોર્પોરેશનના બગીચામાં વિવિધ સાધનો ખરીદવાના આ ટેન્ડરમા એજન્સીની રજેરજની માહિતી હોવાનું અને રિવર્સ ઓક્શનમા માત્ર દેખાડો કરવા પૂરતી ભાવ ઓફર થવાની ખબર હોવા છતાં અધિકારી કે કમિટીએ કેમ સરકારના નાણાંકીય હિતમાં કંઈ કર્યું નહિ તેનો આ સ્પેશ્યલ અહેવાલ.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા પછી રાજ્ય સરકાર દ્વારા જરૂરી તમામ ગ્રાન્ટ ફાળવણી થઈ રહી ત્યારે ગત સપ્ટેમ્બર ઓક્ટોબર 2025 દરમ્યાન કોર્પોરેશનના તત્કાલીન ડેપ્યુટી કમિશ્નર 1 દ્વારા રૂ. 2 કરોડનુ બીડ ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર કરવામાં આવ્યું હતુ. જેમાં બગીચા માટે વિવિધ સાધનો ખરીદવા હેતુસર થયેલ બીડ નં. GEM/2025/B/6722040 માં કુલ 8 એજન્સીઓ આવી હતી પરંતુ ગુડયુઝ, ગમ્બોલ અને ટોયક્રા એમ 3 એજન્સી ટેકનિકલ ક્વોલિફાય થઈ હતી. હવે આ 3 એજન્સી એક પિતા અને તેના 2 દિકરાની હતી ત્યારે આર.એ દરમ્યાન દેખાડો કરવા પૂરતી તદ્દન પૂર્વ આયોજિત સેટિંગ્સ વાળી બનાવટી ભાવ ઓફર સ્પર્ધા કરી દેવામાં આવી હતી. આ તમામ બાબતો કાગળો ઉપર સ્પષ્ટ દેખાય અને ખરીદનાર એવા તત્કાલીન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર-૧ને જાણ છતાં મિલીભગતવાળી ખરીદીને અંજામ સુધી પહોંચાડી હતી. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, હજુ હમણાં જ ગાંધીનગર સ્થિત લાઇબ્રેરી નિયામકની કચેરીના ટેન્ડરમા પણ આ ત્રણેય એજન્સીઓ વચ્ચે પૂર્વ આયોજિત સેટિંગ્સ વાળી આર.એ થઈ અને તેની પણ જાણ તત્કાલીન ભ્રષ્ટાચારી કરારી નિયામક ગૌસ્વામીને હતી ત્યારે રાજ્ય સરકારે વહીવટી પ્રક્રિયા કરી અને કરારી નિયામકની ફરજ પૂર્ણ કરી છે. જોકે લાઇબ્રેરી નિયામકની કચેરીના પણ આ જ પ્રકારની ખરીદીમાં આ ત્રણેય એજન્સીઓ, તેમના પ્રોપરાઇટરો, સરનામા અને એકબીજા વચ્ચેના સંબંધો સહિતની જાણકારી હોવા છતાં ભ્રષ્ટાચારી તત્કાલીન કરારી નિયામકે કાર્યવાહી કરી નહોતી. આ બાજુ સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ વર્ષ 2025ના ટેન્ડર ઉપરોક્ત એજન્સીઓ વચ્ચે જ ભાવ ઓફર છે ત્યારે ગુજરાતના બીજા કેટલા ટેન્ડરોમ આ એજન્સીઓ એકબીજા સાથે સ્પર્ધામાં આવેલ તેની તપાસ ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ કે સીસીઆઇ દ્વારા થાય તો ભ્રષ્ટાચારનો મહા ઘટસ્ફોટ થાય તેમ છે.

