કૌભાંડ@મહીસાગર: સરકારી અધિકારી દ્વારા જ નોકરી અપાવવાના બહાને 20 લાખથી વધુની ઠગાઈ
નોકરી અપાવવાના બહાને પૈસા ઉઘરાવ્યાની કબુલાત કરી હતી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહીસાગરમાં સરકારી નોકરી અપાવવાના બહાને સરકારી અધિકારી દ્વારા જ ગોરખધંધો કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું. સરકારી નોકરી અપાવવાના બહાને 20લાખથી વધુની ઠગાઈ કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગીના નિવૃત્ત કર્મચારીએ નોકરી અપાવવાની આડમાં લાખો રૂપિયા પડાવ્યા. આ અધિકારી પોતે પણ નાયબ મામલતદાર હોવાની ડંફાસ મારી નોકરીનું આઈકાર્ડ રાખતા હતા. વિપુલ મકવાણા નામનો આ શખ્સ નોકરીની નામે પૈસા ઉઘરાવી મોટું કૌભાંડ આચર્યું છે.
ગૌણ સેવા પસંદગીના નિવૃત્ત અધિકારી નોકરી અપાવવા અનિરુદ્ધસિંહ ગોહિલના નામે રૂપિયા પડાવતો હતો. આ નિવૃત્ત અધિકારી સચિવાલયના નોકરી અપાવવાના બહાને 19 લાખ ઉઘરાવ્યા હતા. નોકરી અપાવવામાં ગલ્લા-તલ્લાં કરતાં અરજદારને શંકા જતા આરોપી સાથે અનિરુદ્ધસિંહ ગોહિલના ઘરે પહોંચ્યા હતા. જયાં નિવૃત અધિકારી વિપુલે પૈસાના આપ્યા હોવાની કબૂલાત કરી. ગૌણ સેવા પસંદગી મંડળના આ નિવૃત્ત અધિકારીએ મહીસાગર ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી પણ નોકરી અપાવવાના બહાને પૈસા ઉઘરાવ્યાની કબુલાત કરી હતી. આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરશે.
ગુજરાતના ગૌણ સેવા પસંદગી મંડળમાં વિવિધ પોસ્ટ માટે ભરતીઓ કરવામાં આવતી હોય છે. વિવિધ પોસ્ટ પર થતી ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ પણ મંગાવાય છે. પરંતુ કેટલાક લોકો આ બાબતોથી અજાણ હોવાથી લોકોના જૂઠ્ઠાણામાં ફસાય છે અને છેતરપિંડીનો ભોગ બને છે.