કૌભાંડ@પાટણ: બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો, કચ્છ-પાટણ બોર્ડર વિસ્તારમાં નવજાતની હેરાફેરીનું નેટવર્ક હોવાનો ભાંડો ફૂટ્યો

 
કૌભાંડ
નાના એજન્ટોને બાળકના વેચાણ માટે 20-30 હજાર મળતા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો થયો છે. 10થી વધુ નવજાત વેચાયા હોવાની આશંકા પ્રબળ વધી છે. સુરેશ અને શિલ્પા ઠાકોરે બનાવ્યું હતું નેટવર્ક. નવજાતને વેચવા માટે કોડવર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. બાળક માટે 'ફર્સ્ટ', બાળકી માટે 'સેકન્ડ' કોડવર્ડ રાખવામાં આવ્યો હતો.બિમાર બાળક ખરીદનાર નિરવ મોદી પણ શંકાના દાયરામાં. 1.20 લાખમાં નિરવ મોદીએ બાળક ખરીદ્યું હતું. આડેસરથી લાવેલી બાળકીને ખરીદનાર કોણ તે મોટો પ્રશ્ન સેવાઇ રહ્યો છે.

રાધનપુરની મોટી હોસ્પિટલના ડોક્ટર્સની સંડોવણીની શંકા છે. બાળક દાટ્યું હતું તે જગ્યા પર શિલ્પા ઠાકોર ફરી ગઇ હતી. ટોળકી મજબૂરીવાળા પ્રેમી-પંખીડાઓને શિકાર બનાવતી હતી. નાના એજન્ટોને બાળકના વેચાણ માટે 20-30 હજાર મળતા હતા.સુરેશ ઠાકોર બાળકનો લાખોમાં સોદો કરતો હતો. કમ્પાઉન્ડરને રોજના 3 હજાર રૂપિયા ચૂકવતો હતો. પાટણ બાળ તસ્કરી કેસમાં પોલીસની ઢીલી તપાસ. 5 આરોપીઓની ધરપકડ બાદ પણ પુરાવાનો અભાવ રહેતા સવાલો ઉભા થઇ રહ્યા છે.પાટણમાંથી બહાર આવેલા નવજાત બાળકોનાં હેરાફેરીના કૌભાંડમાં દરરોજ નવી ચોંકાવનારી માહીતી બહાર આવી છે.

કચ્છના આડેસરમાંની નવજાત બાળકીનો સુરેશ ઠાકોરે 5 લાખમાં સોદો કર્યો હોવાની વિગત સામે આવી છે. સુરેશ ઠાકોરની ટોળકી ખરીદનાર વ્યકિતને નવજાતને સોંપતા પહેલા આડેસરમાંથી ડીલીવરી લઈને રાધનપુરની નિષ્ઠા હોસ્પિટલમાં લાવ્યા હતા. જયાં એક દિવસ રાખ્યા બાદ સામેની ખરીદનાર વ્યકિત લેવા ન આવતા આ બાળકીને હોસ્પિટલમાંથી લઈને જતા રહ્યા હતા. બાદમાં આ બાળકીનુ રહસ્યમ મોત થઈ જતા તેની બનાસ નદી પાસેની નિર્જન જગ્યાએ દાટી દીધી હતી જો કે જે જગ્યાએ દાટી હતી ત્યાં બાળકીના કોઈ અવશેષ મળ્યા નથી પણ સ્થળ પરથી માટી અને મીઠાના સેમ્પલ લઈને એફએસએલ હાલ તપાસ કરી રહી છે.

પાટણ એસઓજીની ટીમ હાલમાં બાળકી અને બાળક સુરેશ ઠાકોર કોની પાસેથી લાવ્યો તેની માહીતી ભેગી કરી રહી છે આ કેસના આ બંને આરોપીઓ વિરુદ્ધ બાળકને કે ત્યજી દેવું અને પુરાવાનો નાશ કરવાની કલમોનો ઉમેરો કરશે. બીજી તરફ આ બંને આરોપીઓના રિમાન્ડ સોમવારે પુરા થતા પોલીસે સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરને ફરીથી 4 દિવસના રિમાન્ડ પર લીધા છે. નકલી ડોકટર સુરેશઠાકોરની ટોળકીએ અલગ અલગ તાલુકામાંથી 10થી વધુ નવજાતના સોદા કર્યા હોવાની શકયતા છે જે નેટવર્કને ભેદવા માટે પાટણ એસઓજી તપાસમાં લાગી છે.