છેતરપિંડી@પાટણ: ઓનલાઇન પૈસા કમાવવાની લાલચ આપી શખ્સોએ વેપારી પાસેથી 1.30 કરોડ પડાવ્યા

 
સ્કેમ
તેઓએ ઓનલાઈન ટુકડે ટુકડે રુપિયા 1.30 કરોડ ટ્રાન્સફર કર્યા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

પાટણના એક વેપારીને વોટ્સએપમાં લિંક મોકલી આઈ એમ લંડન એરલાઈન્સ રેટિંગ્સ નામની કંપનીના નામે ઠગોએ 74 જેટલા ટ્રાન્ઝેક્શન કરી 1.30 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આ બાદમાં વેપારીને આ વાતનું ભાન થતાં વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે આ મામલામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

 

માહિતી મુજબ, પાટણ શહેરની જયવીર નગર સોસાયટીમાં રહેતા અને કોમ્પ્યુટર સેલ્સ સર્વિસ જે.વી.સી. નામની દુકાન ચલાવતા પંકજકુમાર ગાંધીના મોબાઈલ ફોન પર એક વોટ્સએપથી મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં વેપારીને ઓનલાઇન પૈસા કમાવવા માટે ટાસ્ક પૂર કરવા પડશે તેમ કહી લાલચ આપી હતી. જેથી પંકજ કુમાર આ લાલચમાં આવી ગયા હતા. અને તેઓએ ઓનલાઈન ટુકડે ટુકડે રુપિયા 1.30 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. આ પછી તેઓને પોતે સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હોવાનું માલુમ થતાં તેઓએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 ઉપર ફોન કરી ફરિયાદ કરતાં પાટણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.