કૌભાંડ@સાબરકાંઠા: નિવૃત્ત થતાં પહેલાં મહિલા ડે.ડીડીઓના 1 કરોડના ટેન્ડરમાં વેપારી સેટિંગ્સ, આદેશ કે ટકાવારી?

 
Kaubhand
ડીપીસીએ ટેન્ડર બાદ ટેકનિકલ ચકાસણી કરી પછીથી ભ્રષ્ટાચારની દુર્ગંધ શરૂ થઈ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

સાબરકાંઠા જિલ્લા પંચાયતના તાજેતરમાં નિવૃત્ત થયેલા મહિલા ડેપ્યુટી ડીડીઓને વિવિધ વસ્તુઓની ખરીદી માટે અનેક વહીવટી મંજૂરીઓ મળી હતી. જેમાં એક કરોડની ગ્રાન્ટ હેઠળ શૈક્ષણિક કીટ ખરીદવા કરેલી ટેન્ડર પ્રક્રિયામાં પૂર્વ આયોજિત વેપારી સેટિંગ્સ થયુ હતું. વહીવટી મંજૂરી આધારે અમલીકરણ એવા મહિલા ડેપ્યુટી ડીડીઓએ કરેલ ટેન્ડરમાં એક જ વ્યક્તિની ત્રણ એજન્સી અથવા એજન્સીઓ વચ્ચેની મિલીભગતના કારણે રિવર્સ ઓક્શન જાણે બનાવટી દેખાડો કરવા પૂરતું રહ્યું હતુ. આ બાબતે જ્યારે હજુ તો વિગતો જ પૂછી ત્યારે તત્કાલીન મહિલા ડેપ્યુટી ડીડીઓએ જણાવ્યું હતું કે, આ ટેન્ડરનુ કામ કરવું નથી પરંતુ શું કરીએ? આનાથી બીજો સવાલ થાય કે, શું કોઈના આદેશ હતા કે ટોળકીની ટકાવારી વચ્ચે પૂર્વ આયોજિત સેટિંગ્સ થવા દેવું પડે તેવી સ્થિતિ હતી? જાણીએ સ્પેશિયલ અહેવાલમાં


સાબરકાંઠા જિલ્લા પંચાયતના મહિલા ડેપ્યુટી ડીડીઓએ(પંચાયત) નિવૃત્ત થતાં પહેલાં એક્ટિવીટી બેઈઝ એજ્યુકેશન કીટ ફોર ફીજીક્સ ખરીદી માટે ઓનલાઈન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર ટેન્ડર કર્યું હતુ. જોકે આ ટેન્ડર થતાં પહેલાં જ ભ્રષ્ટાચાર, ગેરરીતિ, પૂર્વ આયોજિત વેપારી ગોઠવણના બીજ રોપાઈ ગયા હતા. જ્યારે મહિલા ડેપ્યુટી ડીડીઓ અને તેમની ડીપીસીએ ટેન્ડર બાદ ટેકનિકલ ચકાસણી કરી પછીથી ભ્રષ્ટાચારની દુર્ગંધ શરૂ થઈ. ટેકનિકલ ચકાસણી બાદ રિવર્સ ઓક્શન શરૂ થયું ત્યારે ભયંકર વેપારી હરિફાઈ છતાં એજન્સીઓ વચ્ચે અત્યંત પાતળી આર.એ થઈ હતી. આટલું જ નહી પૂર્વ આયોજિત હોવાથી ઈરાદાપૂર્વક એલ2 અને એલ3 એજન્સીએ બીડ વેલ્યુથી વધારે ભાવ ઓફર કરી પોતાની મળતિયા એજન્સીને બરોબર બીડ વેલ્યુથી એકદમ નજીક લાવવા મોકળું મેદાન કરી આપ્યું હતુ. એક કરોડનું બીડ તમે કલ્પના કરી શકો 99,80,000 માં આપ્યું/અપાવ્યું. મહિલા ડેપ્યુટી ડીડીઓ શું નહોતા જાણતા કે, એજન્સીઓ વચ્ચે રિંગ થઈ છે અથવા કોઈ એક ઠેકેદાર બધું ઓપરેટ કરી આર.એ પ્રક્રિયાને બનાવટ કરી રહ્યો છે? વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રિવર્સ ઓક્શન બાદ જ્યારે મહિલા ડેપ્યુટી ડીડીઓને પૂછ્યું તો જણાવ્યું કે, આ ટેન્ડર પોતે કરવું નથી અને કંઈક રસ્તો બતાવો. હવે આવી વેદના અથવા જાણીજોઈને બોલાતા આ શબ્દો શું ઈશારો કરી રહ્યા છે? આટલુ જ નહિ જો રિવર્સ ઓક્શનમાં એલ2 અને એલ3ના ભાવ બીડ વેલ્યુથી વધારે આવે છે તો એક એજન્સી વચ્ચે આર.એ કેટલું પારદર્શક? શું આર.એ નહિ થવા દેવા અથવા ઈરાદાપૂર્વક બીડ વેલ્યુથી વધારે ભાવ ઓફર કરવા કે કરાવવા કોના હાથ હતા? કોણ આ ટેન્ડરમાં ભ્રષ્ટાચાર કરવા છેક કામની પસંદગીથી લઈને ગ્રાન્ટ પાસ કરાવવા અને અમલીકરણ કોને કરાવવા પાછળ દોડધામ કરી તે જાણવું પણ રસપ્રદ છે. આથી આગામી ન્યૂઝ રીપોર્ટમાં વધુ જાણીએ.