છેતરપિંડી@ભુજ: સોશ્યલ મીડિયા ફ્રેન્ડશીપમાં પાર્સલ મેળવવા જતા મહિલાએ 48 લાખ ગુમાવ્યા

 
ફ્રોડ

બનાવ અંગે સાયબર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભુજની ભાગોળે આવેલ મિરઝાપર ગામના હસ્‍મિતાબેન ધનસુખ ગોંડલિયાને સોશ્‍યલ મીડિયા સાઈટ ઈન્‍સ્‍ટાગ્રામ દ્વારા મુકેશ પટેલની ફ્રેન્‍ડશીપ રિકવેસ્‍ટ આવતાં તેમણે સ્‍વીકારી હતી. સોશ્‍યલ મીડિયા ફ્રેન્‍ડશીપ દ્વારા પરિચય આગળ વધતાં મુકેશ પટેલે લંડનથી ડોલર ગિફટ મોકલવાનું કહી આ ગિફટ તમારા ઘેર આવી જશે એવું જણાવ્‍યું હતું.

ત્‍યારબાદ દિલ્‍હી એરપોર્ટ ના નામે પાર્સલ છોડાવવા રૂપિયા મોકલવાનો, ઈન્‍કમટેકસ વિભાગમાંથી સર્ટિફિકેટ મેળવવા, કોર્ટમાં એફિડેવિટ કરવાના, પોલીસ કલીયરન્‍સના અલગ અલગ બહાને હસ્‍મિતાબેન પાસેથી રૂ. ૪૮ લાખ ૭૭ હજાર બેંક ખાતા દ્વારા ટ્રાન્‍સફર કરાવી પડાવી લેવાયા હતા.

આ બનાવ અંગે સાયબર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સરકાર સાયબર ક્રાઈમ માં વપરાયેલ બેંક ખાતાઓ પોલીસ તપાસ થાય ત્‍યારે બ્‍લોક કરી અને આ ખાતેદારો સામે કડક ફોજદારી પગલાં ભરે તો સાયબર ક્રાઈમ સામે અંકુશ આવે.સામે પક્ષે લોકોએ પણ લાલચ માં ન આવવું જોઈએ. લાલચ ના કારણે જ ગઠિયાઓ ફાવી જાય છે. તેમાંયે સોશ્‍યલ મીડિયા ઉપર અજાણ્‍યા લોકો ઉપર વિશ્વાસ મૂકવાનું ભારે પડી શકે છે એ હકીકત સમજવાની જરૂર છે.