કૌભાંડ@ગોધરા: NEETની પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ, 10 લાખ લઈ કરાવતા ચોરી
વોટ્સએપ ચેટ દ્વારા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગોધરા ખાતે લેવાયેલ નીટની પરીક્ષામાં ચોરી કરાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લા કલેકટરને મળેલી અંગત બાતમીના આધારે નીટની પરીક્ષામાં ચોરી કરવવાનું કૌંભાડ સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચોરી કરાવવા બદલ રૂપિયા 10 લાખનો સોદો નક્કી કરવામાં આવ્યો હતો.જિલ્લા કલેકટરને મળેલી અંગત માહિતીના આધારે જિલ્લા કલેકટર, જિલ્લા અધિક કલેકટર અને DEO તપાસ માટે પરિક્ષા કેન્દ્ર પહોચ્યા હતા.
પરીક્ષા કેન્દ્રના ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટની કારમાંથી રૂ. 7 લાખની રોકડ રકમ મળી આવી છે. પરીક્ષા કેન્દ્રના ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનુ ખુલ્યું છે. એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું છે.સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે