કૌભાંડ@ગુજરાત: રાજ્યમાં તેલ ચોરીનું સૌથી મોટું નેટવર્ક ઝડપાયું, 1.57 કરોડનો મુદ્દામાલ જપ્ત

14 જેટલા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા માલવણ હાઇવે ઉપર આવેલા પીપળી ગામ નજીક આવેલી રામદેવ હોટલ પાસે તેલ ચોરીનું ગુજરાત રાજ્યનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું છે અને સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને ગુજરાત રાજ્યનું સૌથી મોટું ખાધ્ય તેલ ચોરીનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે.ગાંધીનગર સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ એસી ઈસરાનીને બાત ને મળી હતી કે ધાંગધ્રા માલવણ હાઇવે ઉપર આવેલા હોટલ પાછળના ભાગે આવેલા પતરા ના શેડમાં ખુલ્લી પાર્કિંગ વાળી જગ્યા અને અન્ય સ્થળો ઉપર બહારના રાજ્યમાંથી તેમજ સુરેન્દ્રનગર ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી ખાદ્ય તેલ પસાર થતો હોય તેની ચોરી કરવામાં આવી રહી છે.
આ ખાદ્ય તેલ ભરેલા ટેન્કર હોય છે તેમાંથી ખાદ્ય તેલ ઉતારી લેવામાં આવે છે અને પીપળાવો ભરી અને ત્યારબાદ કરોડો રૂપિયાની કાળી કમાણી કરવામાં આવે છે. તેની બાદની મળી હતી જેને આધારે દરોડા પાડવામાં આવ્યા છે.ટેન્કરોના માલિકો દ્વારા આર્થિક ફાયદા માટે ટેન્કરોમાંથી તેલ કાઢી અને વેચાણ કરવામાં આવતા હોવાનો ઘટક થયો છે જોકે આ સમગ્ર રેકેટ છેલ્લા ઘણા સમયથી ચાલતા હોવાનું બહાર આવ્યું છે. અને અંતે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ સુતી રહી છે અને સી.આઈ.ડી ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડી અને હાલ કાર્યવાહી હાથ ધરી છે.
હાલની પરિસ્થિતિ મુજબ રાજસ્થાન મોરબી ગાંધીધામ પાટડી રાજકોટ મોરબી સહિતના ગામોમાંથી તેલની ફેક્ટરીઓમાંથી અન્ય રાજ્યમાં તેલ મોકલવામાં આવતા હતા અને ત્યારબાદ તેલના ટેન્કરોમાંથી તેલની ચોરી કરી અને કરોડો રૂપિયાની કાળી કમાણી કરવામાં આવતી હોવાનો ધડાકો થયો છે. આ સંદર્ભે અલગ અલગ પ્રકારની નાના મોટા વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે અને પ્રથમ તબક્કામાં 14 જેટલા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીપળી નજીક આવેલી હોટલ નજીક ખુલ્લી પાર્કિંગ વાળી જગ્યા તેમજ પતરાના શેડમાં તેલના ટેન્કરોમાંથી ડ્રાઇવરો દ્વારા તેલની આર્થિક ફાયદા માટે ટેન્કરોમાંથી તેલ કાઢી અને બારોબાર વેચાણ કરી કરોડો રૂપિયાની કાળી કમાણી કરવામાં આવતી હોવાનો ધડાકો થયો છે.
આ મુદ્દે ગાંધીનગરની ટીમે બરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે અલગ અલગ પ્રકારના ટેન્કરો જપ્ત કરવામાં આવ્યા છે ત્યારે આર્થિક ફાયદા માટે વિશ્વાસઘાત છેતરપિંડી ડ્રાઇવરો અને આરોપીઓ દ્વારા કરવામાં આવતી હોવાનો પણ ધડાકો થયો છે ત્યારે આવા પ્રકારની પ્રવૃત્તિઓ સુરેન્દ્રનગર ની હાઇવે ઉપર આવેલી હોટલોમાં ચાલી રહી છે અને ખાસ કરી સાયલા અને ચોટીલા અને હવે માલવણમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો ધડાકો થયો છે ત્યારે હાલ ગાંધીનગરની ટીમે દરોડા પાડી એક 1. 57 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.