કૌભાંડ@ગુજરાત: આણંદમાથી કેમ વારંવાર નકલી માર્કશીટ બનાવતી ગેંગ ઝડપાય છે? જાણો સમગ્ર મામલો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત રાજ્યમાં નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવાનું મોટુ કારખાનું ચાલી રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. રાજ્યમાંથી અવાર-નવાર નકલી માર્કશીટ સર્ટિફિકેટ બનાવી આપતા લોકોની ગેંગ ઝડપી પાડવામાં આવતી હોય છે. ત્યારે વધુ એકવાર રાજ્યમાંથી એક ગેંગેને ઝડપી પાડવામાં આવી છે.ગુજરાતના આણંદ જિલ્લા માંથી વધુ એક બોગસ માર્કશીટ કૌાભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે.
આણંદમાં આવેલા વેંડોર ચાર રસ્તા પાસે શિવ ઓવર્સિસ નામની એક ફર્મ ચલાવવામાં આવતી હતી. આ ખાનગી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને નકલી માર્કશીટ બનાવી આપવામાં આવતી હતી. પરંતુ આ માર્કશીટ ઘરવાતા બે વિદ્યાર્થીઓની જ્યારે શૈક્ષણિક સંસ્થામાં રજૂ કરી હતી.ત્યારે શૈક્ષણિ સંસ્થાઓએ નકલી માર્કશીટ હોવાનું જાહેર કરીને પોલીસને આ બાબતે અંગે જાણ કરી હતી. ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે આગળ આણંદની SOG પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસે આણંદમાંથી 2 વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
આ બંને વ્યક્તિઓ વિદ્યાર્થીઓેને વિદેશ જવા માટે નકલી માર્કશીટો બનાવી આપતા હતા.પોલીસે બંને આરોપની ધરપકડ કરી આગળ તજવીજ હાથ ધરી છે. તો SOG પોલીસની પૂછપરછ દરમિયાન વધુ ખુલાસાઓ થઈ શકે છે. તે ઉપરાંત પોલીસે આ કેસમાં બીજા કેટલા લોકો જોડાયેલા છે, તે ઉપરાંત આ માર્કશીટને આધારે કેટલા વિદ્યાર્થીઓ વિદેશ પહોંચી ગયા છે. તે દિશામાં ખાસ તપાસ હાથ ધરી છે.