કૌભાંડ@રાજકોટ: જસદણમાં બાળકો વેચવાના કૌભાંડનો પર્દાફાશ થતાં મચી ચકચાર

 
જસદણ

સઘન તપાસ હાથ ધરવાનું શરૂ કરતા બાળકો કોને વેચાયા છે તેની માહિતી પોલીસને મળી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટના જસદણમાં સગીરાને અધૂરા મહિને પ્રસૂતિ કરાવીને બાળક વેચી દેવામાં આવતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ડોક્ટર રાદડિયાએ સગીરાને અધૂરા મહિને જન્મેલા બાળકને વેચી દીધુ હોવાની વાતનો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં ખૂલેલા એક પછી એક પત્તામાં ડોક્ટરે અગાઉ બે બાળકોને વેચ્યાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે.પોલીસે આ કેસની સઘન તપાસ હાથ ધરવાનું શરૂ કરતા બાળકો કોને વેચાયા છે તેની માહિતી પોલીસને મળી છે. બાળકોના વેચાણની વાત બહાર આવતા પોલીસે આ કેસમાં સઘન તપાસ શરૂ કરી છે.

પોલીસ ડોક્ટરની પૂછપરછ કરી રહી છે અને બાળકોને વેચવાના કૌભાંડના એક પછી એક અંકોડા મેળવી રહી છે.પોલીસને શંકા છે કે આ કૌભાંડ કદાચ ગુજરાત પૂરતુ સીમિત નથી, આ કૌભાંડ આંતરરાજ્ય પણ હોઈ શકે છે. તેની પાછળનું કારણ એ છે કે આવા કૌભાંડમાં જે રાજ્યમાં ચોરાયેલા બાળકો હોય તેનું તે રાજ્યમાં વેચાણ થતું નથી બીજા રાજ્યમાં વેચાણ થાય છે. તેથી પોલીસ આ કેસમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણીની સંભાવના ચકાસી રહી છે.