કૌભાંડ@સુરત: બોગસ જન સુવિધા કેન્દ્ર ઝડપાતા મચી ચકચાર, નકલી દસ્તાવેજો બનાવાતા હોવાને પગલે લોકોમાં રોષ

 
બોગસ જનસુવિધા કેન્દ્ર

ડુપ્લીકેટ લાઈટ બિલ અને ડુપિલીકેટ વેરા બિલ બનાવતો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાંથી બોગસ જન સુવિધા કેન્દ્ર ઝડપાતા ચકચાર મચી છે. નકલી દસ્તાવેજો બનાવાતા હોવાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને બનાવટી દસ્તાવેજો સાથે આરોપીને ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.સુરતના કાપોદ્રા સ્થિત કિરણ ચોકમાં આ બોગસ દસ્તાવેજો બનાવી આપવાનું કૈભાંડ ચાલતું હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.

ભગવતી કન્સલ્ટન્સીના નામે ચાલતા આ જન સુવિધા કેન્દ્રમાં બનાવટી દસ્તાવેજો બનતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.આ જન સુવિધા કેન્દ્રમાં આધારકાર્ડ અને પાનકાર્ડ સહિતના અનેક બોગસ દસ્તાવેજો બનતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તે સિવાય આરોપી ડુપ્લીકેટ લાઈટ બિલ અને ડુપિલીકેટ વેરા બિલ બનાવતો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.આ અંગે પુણા મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જેને આધારે પોલીસે બનાવટી દસ્તાવેજો સાથે આરોપી નિકુંજ દુધાતની ધરપકડ કરી છે.આરોપી કેટલા સમયથી આ બોગસ દસ્તાવેજોનું કૌભાંડ ચલાવતો હતો, દસ્તાવેજ બનાવવાના કેટલા પૈસા લેતો હતો ઉપરાંત અત્યારસુધીમાં કેટલા બોગસ દસ્તાવેજો તેણે બનાવ્યા છે તેની પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ કૌભાંડમાં અન્ય લોકોની સંડોવણી હોવાની શંકાને આધારે પણ પોલીસે તપાસ હાથ ધરી છે