નર્મદાઃલગ્નના વરઘોડામાં લોહી રેડાયું, નાચવા બાબતે યુવક પર છરી વડે હુમલો

અટલ સમાચાર.નર્મદા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના આમદલા ગામે લગ્નમાં નાચગાન સમયે ધક્કામુકીને લઇ બબાલ થતા છરીઓ ઉડી હતી. યુવક પર હુમલો કરી છરીના ઘા ઝીકી દેવાતા ચકચાર મચી છે. પોલીસે ફરિયાદ નોધી હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જાણવા મળતી વિગત અનુસાર પિયુષભાઇ તડવી અડગદા નવીવસાહત ગામે તેના કાકાની છોકરીના લગ્નમાં ગયેલો તે વખતે
 
નર્મદાઃલગ્નના વરઘોડામાં લોહી રેડાયું, નાચવા બાબતે યુવક પર છરી વડે હુમલો

અટલ સમાચાર.નર્મદા

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના આમદલા ગામે લગ્નમાં નાચગાન સમયે ધક્કામુકીને લઇ બબાલ થતા છરીઓ ઉડી હતી. યુવક પર હુમલો કરી છરીના ઘા ઝીકી દેવાતા ચકચાર મચી છે. પોલીસે ફરિયાદ નોધી હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

જાણવા મળતી વિગત અનુસાર પિયુષભાઇ તડવી અડગદા નવીવસાહત ગામે તેના કાકાની છોકરીના લગ્નમાં ગયેલો તે વખતે રાત્રીના પિયુષભાઇ વરઘોડામાં નાચતી વખતે ધક્કા મુક્કી થતા રાહુલભાઇ  ગુસ્સે થઇ ગાળોબોલી ચપ્પુ કાઢી પિયુષને માર્યુ હતું. જેને લઇને લગ્નનો માહોલ ગમગીન બનવા પામ્યો હતો. જો કે વધુ તકરાર ન થાય તે માટે પિયુષ ઉર્ફે રાહુલ વરઘોડામાંથી બહાર નિકળી જતો હતો ત્યારે ચપ્પા વડે હુમલો કરાયો હતો.છરી વડે હુમલા મામલે પિયુષભાઇ ઉર્ફે રાહુલભાઇ રાજેશભાઈ તડવીએ રાહુલભાઇ સુમનભાઇ તડવી સામે કેવડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.